ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાપડાના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા તા:01/06/2024 થી તા:15/06/2024 સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેર માં સફાઈ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા:07/06/2024 ના રોજ શહેર ના 1થી 15 વોર્ડ માં આવેલ જાહેર શૌચાલયો તેમજ રહેણાક વિસ્તારો ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર તેમજ 100 જેટલા સફાઈ કામદાર અને 1- ટ્રેકટરની મદદથી સફાઈ કરવામાં આવી અને કચરો આશરે 1 ટન અને સી એન્ડ ડી વેસ્ટ 1 ટન જેટલો નિકાલ કરવામાં આવ્યો આમ મનપા શહેરમાં 1 જૂન થી 15 જુના સુધી શહેરના જાહેર સ્થળો સહીતની જગ્યાનું સઘન સફાઈ અભિયાન નિર્મળ ગુજરાત અંતર્ગત ચલાવામાં આવી રહ્યું છે.