જૂનાગઢ શહેરના 1 થી 15 વોર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, પી એચ. સી સેન્ટર સી. એચ.સી. સેન્ટર,ખાનગી હોસ્પિટલો તેમજ આંગણવાડીઓની સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનર ઓમ પ્રકાશ અને નાયબ કમિશનર ઝાંપડાના માર્ગદર્શન અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તા:01/06/2024 થી તા:15/06/2024 સુધી “નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હોય તે મુજબ તા:12/06/2024 ના રોજ શહેરના 1થી 15 વોર્ડ માં આવેલ સિવિલ હોસ્પિટલ, સી એચ સી સેન્ટર, પી એચ સી સેન્ટર, આંગણવાડી તેમજ ખાનગી હોસ્પિટલની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી આ અભિયાનમાં સેનેટરી ઇન્સપેકટર અને સુપર વાઈઝર પી એચ સી સેન્ટરના કર્મચારીઓ તેમજ 100 જેટલા સફાઈ કામદાર દ્વારા સફાઈ કરવામાં આવી.
મનપા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત સિવિલ હૉસ્પિટલ સહિતની જગ્યા પર સફાઈ અભિયાન
Follow US
Find US on Social Medias