સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાર્થક કરવા વૃક્ષારોપણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જુનાગઢ સમગ્ર દેશમાં વર્ષાઋતુના પ્રારંભે વૃક્ષારોપણની વ્યાપક ઝુંબેશ હાથ ધરાતી હોય છે, ત્યારે ગુજરાત રાજ્યના યાત્રાધામો સ્વચ્છ અને સુધડ નહી પરંતુ હરિયાળા બની રહે તદાનુસાર ક્લિન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા સ્વચ્છતા ત્યા પ્રભુતાના સુત્રને સાર્થક કરવા સારુ રાજ્યના કુલ 9 મુખ્ય યાત્રાધામો, કુલ 29 મહત્વના યાત્રાધામો તેમજ કુલ 358 સરકારી દેવસ્થાનો તથા રાજ્યના તમામ ગ્રામ્ય, શહેરી વિસ્તારના નાના-મોટા તમામ ધાર્મિક સ્થળોને લઇ વ્યાપક રીતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરી તમામ ધાર્મિક સ્થળોને હરિયાળા યાત્રાધામ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું નક્કી કરાયું છે.
- Advertisement -
યાત્રાધામ માટે દરેક જિલ્લામાં વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવી, કાર્યક્રમ વધુ સફળ બનાવવા અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવા સહિત જિલ્લાની સહકારી મંડળી, યુવક મંડળો, સખી મંડળ વગેરેને પ્રસાર-પ્રચારમાં સહભાગી બનાવવા સહિતની કામગીરી કરાશે જયારે ક્લિન એન્ડ ગ્રીન યાત્રાધામને અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી નોડલ તરીકે, જુદા જુદા વિસ્તારમાં જેમાં યાત્રાધામ ગિરનાર વિસ્તારમાં મદદનીશ વન સંરક્ષક, જૂનાગઢ વન વિભાગ નોડલ અધિકારી તરીકે, મહાનગરપાલિકા જૂનાગઢ વિસ્તારમાં નાયબ કમિશ્નર મનપા, જૂનાગઢ નોડલ અધિકારી તરીકે, તાલુકાઓ માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ નગર પાલિકાઓ માટે સંબંધિત ચીફ ઓફિસરશ્રી નોડલ અધિકારી તરીકો નિમવામાં આવ્યા છે.