ધૂળેટીની રજાના પગલે પરિક્ષાના કાર્યક્રમમમાં ફેરફાર
આંકડાશાસ્ત્ર અને ભૂગોળના એક જ દિવસે રખાયેલા પેપરમાં પણ ફેરફાર: નવો કાર્યક્રમ જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હોળી-ધુળેટીની રજાના પગલે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે જે અનુસાર હવે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.13 માર્ચના બદલે તા.17 માર્ચના રોજ પૂર્ણ થશે.જયારે ધો.10 અને 12 ની સાયન્સની પરીક્ષા તા.10 માર્ચે પૂર્ણ થશે.
આ ઉપરાંત ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એક જ દિવસે આંકડાશાસ્ત્ર અને ભુગોળનાં રખાયેલા પેપર હવે અલગ અલગ દિવસે લેવામાં આવનાર છે નવો કાર્યક્રમ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવેલ છે. અગાઉ 15 ઓક્ટોબરના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતુ. જો કે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.12ના સમાન્ય પ્રવાહના પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હકીકતમાં રાજ્ય સરકાર દ્વારા આગામી વર્ષે 2024-2025ની જાહેર રજાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં આગામી હોળી અને તેના પછીના દિવસે ધૂળેટીની રજા આવી રહી છે. આથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
- Advertisement -
એટલે કે આગામી 12મી માર્ચના રોજ સામાજિક વિજ્ઞાન, ચિત્ર અને સંગીતની પરીક્ષા 15 માર્ચના રોજ લેવામાં આવશે. જ્યારે 13 માર્ચના રોજ લેવાતી સંસ્કૃત, ફારસી, અરબીની પરીક્ષા 17મી માર્ચના રોજ લેવામાં આવશે. આમ બે દિવસના પેપરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફાર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા જે 13મી માર્ચે પૂર્ણ થવાની હતી, તે હવે 17મી માર્ચના રોજ પૂર્ણ થશે.
ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી તા.17-03-2025 દરમ્યાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઇટ ૂૂૂ.લતયબ.જ્ઞલિ ઉપર મૂકવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીએ શરૂ થશે અને 10 માર્ચના રોજ પૂરી થશે. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10 થી બપોરે 1:15 કલાક સુધીનો રહેશે.
જ્યારે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય બપોરે 3 થી સાંજે સાડા 6 સુધીનો રહેશે. આ ઉપરાંત સામાન્ય પ્રવાહની પરીક્ષા રોજના બે સેશનમાં યોજવામાં આવશે. જેમાં સવારના 10 થી સવા 1 સુધીના સેશનમાં એક પેપર, જ્યારે બીજુ પેપર 3 થી સવા 6 વાગ્યા સુધીમાં આપવાનું રહેશે.