અત્યાર સુધી ધો.10 અને 12ની બંન્નેનું બોર્ડ હતું, હવે ધો. 10નું બોર્ડ નીકળી જશે
વર્તમાન 10+2ને બદલે 5+3+3+4 ફોર્મેટ લાગુ પડશે: 3 વર્ષનાં બાળકો પણ સિસ્ટમમાં સામેલ થઈ જશે: ટૂંક સમયમાં સતાવાર દિશા-નિર્દેશો જારી થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડોદરામાં આયોજીત ઈઇજઊની નેશનલ એન્યુઅલ કોન્ફરન્સમાં ઈઇજઊના ચેરપર્સન નિધિ છિબ્બરે જણાવ્યું હતું કે આગામી વર્ષથી દેશમાં નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓ માટે 5+3+3+4 લાગુ કરવામાં આવશે. જેથી ધોરણ 10નું બોર્ડ નિકળી જશે. વડોદરાનાં સમા-સાવલી રોડ સ્થિત ખાનગી હોલમાં મધ્ય ગુજરાત સહોદય સ્કૂલનું 28મું રાષ્ટ્રીય વાર્ષિક સંમેલન આયોજીત કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ઈઇજઊના ચેરપર્સન નિધિ છિબ્બર સહિતના અધિકારીઓ તેમજ ઈઇજઊ સ્કૂલોના પ્રિન્સિપલ્સ હાજર રહ્યા હતા. આ દરમિયાન સંબોધનમાં નિધિ છિબ્બરે જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઈઇજઊ સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી 5+3+3+4ને લાગુ કરવામાં આવશે.
નિધિ છિબ્બરે વધુમાં કહ્યું કે રાષ્ટ્રીય વાર્ષિક સંમેલનમાં ઈઇજઊ સ્કૂલનો સંચાલકો અને પ્રિન્સિપલ્સ ભાગ લઇ રહ્યા છે. આ સંમેલનનું આયોજન નવી શિક્ષણ નીતિના અમલના માર્ગદર્શન માટે આયોજીત કરવામાં આવ્યું છે. નવી શિક્ષણ નીતિના અમલમાં ઈઇજઊની શું ભૂમિકા રહેશે તે અંગે ચર્ચા કરીશું. આ સંમેલનમાં વિદ્યાર્થિઓનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એજ્યુકેશનમાં 10+2 હતું. એટલે કે ધોરણ 10 અને ધોરણ 12 એમ બંને બોર્ડ હતું. હવે નવી શિક્ષણ નીતિ અનુસાર પાંચ વર્ષ, ત્રણ વર્ષ, ત્રણ વર્ષ અને ચાર વર્ષ એમ ચાર સ્ટેજમાં એજ્યુકેશન લેવાનું રહેશે. એટલે કે ધોરણ 10નું બોર્ડ નિકળી જશે.