સરપંચના પુત્ર સહિત 19 શખ્સો સામે સામસામી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ વેરાવળ નજીક આવેલ ડારી ટોલ પ્લાઝા ખાતે મોડી રાત્રે ટોલ ભરવા બાબતે ચાર શખ્સોએ મારામારી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પ્રભાસ પાટણ પોલીસે 19 શખ્સો સામે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.20 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ડારી ટોલ પ્લાઝા ખાતે અનિલ વાજા, કાળુભાઇ, રામભાઇ અને રાહુલભાઇ ટોલટેક્ષ ભર્યા વગર ટોલ નાકાથી પસાર થવા માંગતા હતા જેથી ત્યાં હાજર ટોલકર્મીઓએ તેમને અટકાવતા માથાકુટ કરવા લાગેલ જેથી આ માથાકુટ ગંભીર બની જતા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં સામ સામે પોલીસ ફરિયાદ નોંધઇ હતી.નોંધનીય છે કે,અનિલ ભાઈ વાજા બીજ ગામના સરપંચના પુત્ર હોઈ અને તાજેતરમાં જ સરપંચ સહિત ગ્રામજનો દ્વારા પોલીસ પર દારૂના હપ્તા લેતી હોવાના આક્ષેપ સાથે રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે બીજી તરફ આવા દાદાગીરીના દૃશ્યો પણ સામે આવતા ખળભળાટ મચ્યો છે.