ચાર લોકોને ઇજા થતા જૂનાગઢ સિવિલમાં સખેડ્યાં હતા
ખાસ-ખબર સંવાદદાતા
બીખલા નજીકનાં થુંબાળા ગામની સીમમાં જુના મનદુ:ખમાં બે પક્ષ વચ્ચે મારમારી થઇ હતી.જેમાં ચાર જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ 108ને થતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાંઉ જેમાં બેને વધુ ઇજા પહોંચતા રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતા.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ બીલખા નજીકના થુંબાળા ગામની સીમમાં જુના મનદુ:ખના કારણે બે પક્ષ વચ્ચે પાઇપ, લાકડી, ધારીયા જેવા હથિયાર વડે મારામારી થઇ હતી. જેમાં ઘનશ્યામ રતનાભાઇ નાગેશ્રી, રાજેશ ઘુસાભાઇ નાગેશ્રી, કમલેશ ઘનશ્યામભાઇ નાગેશ્રી અને દિપક અરજણભાઇ રાવલીયાને ઇજા થતાં જૂનાગઢ સારવામાં ખસેડાયા હતા. આ અંગે બીલખા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.