જૂનાગઢમાં સસ્તા અનાજના જથ્થાની અછત સર્જાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢ શહેરમાં સસ્તા અનાજની દુકાનો પર અનાજની અછતના પગલે દુકાનદારો અને કાર્ડ હોલ્ડરો વચ્ચે માથાકુટના બનાવો વધવા માંડ્યા છે ત્યારે સસ્તા અનાજના દુકાનદારોના સંગઠને સરકાર સમક્ષ પુરતુ અનાજ આપવા રજૂઆત કરી છે. જુનાગઢ તાલુકા એફ.પી.એસ. એસોસિએશન દ્વારા જણાવાયું છે કે, સરકાર દ્વારા 10 કિ.ગ્રા. અને બી.પી. એલ તેમજ એન એફ. એસ એ કાર્ડ ને વ્યક્તિદીઠ બે કિલો બાજરો આપવાની જાહેરાત કરાઈ હતી.પરંતુ પૂરતું અનાજ નહીં મળતા જુનાગઢ તાલુકા ના તમામ દુકાનદારો દ્વારા જીલ્લા પૂરવઠા અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
- Advertisement -
સરકાર ધ્વારા ચાલુ માસ સપ્ટેમ્બર મહિનામાં 10 કિ.ગ્રા. અને બી. પી. એલ તેમજ એન એફ. એસ એ કાર્ડ ને વ્યક્તિદીઠ બે કિલો બાજરો આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ જુનાગઢ તાલુકામાં અંત્યોદયના અંદાજે 2000 હજાર જેટલા રેશનકાર્ડ અને એન.એફ.એસ.એ. ના અંદાજે પ9000 હજાર જેટલા રેશનકાર્ડ આવેલા છે જે લોકોને નિયમ પ્રમાણે બાજરાનું વિતરણ કરવા માટે તાલુકાના પુરવઠાનિગમના ગોડાઉન ઉપર અંદાજે 9370 કટા બાજરાની જરૂરીયાત છે જેની સામે તા. 13/09/2025 સુધીમાં જુનાગઢ પુરવઠા નિગમના ગૌડાઉનમાં ફક્ત 3800 કટ્ટા બાજરાની આવક થયેલી છે. જેથી કરી જુનાગઢ તાલુકાના તમામ દુકાનદારોને તેમની દુકાન સાથે જોડાયેલા રેશનકાર્ડ મુજબનો પુરતો જથ્થો ન મળવાના કારણે દુકાનદાર અને કાર્ડ હોલ્ડરો સાથે વારંવાર ઘર્ષણ થાય છે. આ બાબતે વાંરવાર રજુઆત કરી હોવા છતા નિગમમાં બાજરાના પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા ના છૂટકે વેપારી એસોસીએશને ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે.



