જમ્મૂ-કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. જમ્મૂના સિધરા વિસ્તારમાં આજ સવારે ભારતીય સેના અને આતંકવાદિઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ભારતીય સેનાના ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. મળેલી જાણકારી મુજબ, આતંકીઓ એક ટ્રકમાં બેઠેલા હતા. શેકાના આધાર પર સુરક્ષાદળે આ ટ્રકનો પીછો કર્યો હતો. સિદ્રામાં જયારે સુરક્ષાદળોએ ટ્રકને ઘએરીને તપાસ ચાલુ કરી, ત્યારે અંદરથી ફાયરિંગ ચાલુ થઇ ગયું. ત્યાર બાદ ભારતીય સેનાએ આતંકીઓને સામે ફાયરિંગ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યાર પછી સેનાએ ત્રણ આતંકીઓને માર્યા હતા.
માર્યા ગયેલા આતંકીઓની હજુ ઓળખ થઇ નથી. ઘર્ષણ થયા પછી સમગ્ર વિસ્તારને પ્રતિબંધિત કરીને તપાસ આદરી છે. માનવામાં આવી રહ્યું છએ કે, કેટલાક આતંકીઓ ભાગી ગયા છે, જેમની તપાસ ચાલી રહી છે.
- Advertisement -
J&K | Visuals from Sidhra area of Jammu where an encounter is underway.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/YSgz0xRQrO
— ANI (@ANI) December 28, 2022
- Advertisement -
ઘર્ષણની જાણકારી આપતા અધિકારી જમ્મૂ સંભાગના પોલીસ નિર્દશક મુકેશ સિંહના આધાર પર બુધવારના સવારે સુરક્ષાદળે એક ટ્રકનો પીછો કર્યો. સિધરામાં તેમની ટ્રકને ઘેરીને તેમની તપાસ કરી હતી. આ દરમ્યાન ડ્રાઇવર ઉતરીને ભાગી ગયો હતો. જેવી રીતે સૈનિકોએ ટ્રકની તપાસ કરતા અંદર જોઇ રહ્યા હતા, ત્યારે અંદરથી અચાનક ફાયરિંગ ચાલુ થઇ ગયું. ત્યાર પછી ત્રણ આતંકીઓ માર્યા ગયા. ભાગી ગયેલા ડ્રાઇવરની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી અને નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે આતંકીઓની સક્રિયતા વધી ગઇ છે. જેના લીધે આજે સૈનિકોએ પૂરી તાકાતથી વળતો હુમલો કર્યો હતો.