પીપીએમ-પીએનસી ગૃહમાં લઘુમતીમાં હોવાથી ઇચ્છતા નથી કે મતદાન થાય
ખાસ-ખબર સંવાદદાતા
મુઈજ્જૂ મંત્રીમંડળના વિસ્તરણ મામલે માલદીવની સંસદમાં ભારે હોબાળો અને મારામારીના દ્રશ્યો સર્જાયા છે. વિસ્તરણ માટે આજે સંસદમાં મતદાન થવાનું હતું, પરંતુ વિપક્ષી દળ માલદીવન ડેમોક્રેટીક પાર્ટી (ખઉઙ)એ ચાર મંત્રીઓની મંજૂરી રોકવાની ચિમકી આપી હતી, તેના વિરુદ્ધ સત્તાધારી દળ વિરોધમાં પણ ઉતરી આવ્યો છે. સત્તાધારી ગઠબંધન પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ (ઙઙખ) અને મોહમ્મદ મોઈજ્જૂની પાર્ટી પીપલ્સ નેશનલ કોંગ્રેસ (ઙગઈ)ના સાંસદો ગૃહમાં વિરોધ કરી રહ્યા છે. પીપીએમ-પીએનસી ગૃહમાં લઘુમતીમાં હોવાથી ઇચ્છતા નથી કે મતદાન થાય.
સન ઑનલાઈનની રિપોર્ટ મુજબ આ ઘટના રાષ્ટ્રપતિ મુઈજ્જૂના મંત્રીમંડળ માટે યોજાનાર મતદાન પહેલા બની છે. મતદાન પહેલા પીએનસી-પીપીએમના સરકાર સમર્થિત સાંસદો, પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહના નેતૃત્વવાળી એમડીપીના વિરોધમાં ઉતરી આવ્યા હતા. સ્થાનિક ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ વિપક્ષી દળે મુઈજ્જૂ મંત્રીમંડળના ચાર સભ્યોની મંજૂરી અટકાવ્યા બાદ હોબાળો મચ્યો છે. સમાચાર ચેનલ અધાધૂએ ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એમડીપી સાંસદ ઈસા અને પીએનસી સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમને મારતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, શહીમે ઈસાનો પગ પકડી લીધો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા અને ત્યારબાદ ઈસાએ શાહિમના ગળા પર લાત મારી, વાળ ખેંચ્યા. ઘટનામાં ઈજાગ્રસ્ત સાંસદ શહીમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.
- Advertisement -
સરકારના કામકાજમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ
સત્તાધારી પીપીએમ અને પીએનસી ગઠબંધને વિપક્ષના વલણથી ચિંતા વ્યક્ત કરી છે. સત્તાધારી પાર્ટીએ કહ્યું કે, ચાર મંત્રીઓની મંજૂરી ન આપી સરકારના કામકાજમાં અવરોધ ઉબો કરવાનો પ્રયાસ કરાયો છે.