શ્રીલંકામાં ચાલી રહેલા જનતાના આક્રોશ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવ પહોંચી ગયા છે. તેમના ભાગવામાં ભારતે મદદ કરી હોવાની અફવાઓ ફેલાઈ હતી, જેના પર ભારત હાઈ કમિશને જવાબ આપ્યો છે.
આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં હાલ ભારતીય હાઈ કમિશન તરફથી એ વાતનું ખંડન કરવામા આવ્યુ છે, જેમાં આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડવા માટે તેમની મદદ કરી છે. હાઈકમિશન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારત શ્રીલંકાના લોકોના સમર્થન મદદ ચાલું રાખશે.
- Advertisement -
હકીકતમાં જોઈએ તો, શ્રીલંકામાં હાલમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીક હેંડલ પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે, ભારતીય હાઈકમિષન સ્પષ્ટ રીતે એ નિરાધાર અને ખોટા મીડિયા રિપોર્ટના દાવાનું ખંડન કરે છે, જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ભારતે જ હાલમાં શ્રીલંકામાંથી ગોટાબાયા અને બાસિલ રાજપક્ષેને પરિવહન સુવિધા આપી હતી. ફરી વાર કહીએ છીએ કે, અમે શ્રીલંકાની જનતાને સમર્થન કરવાનું ચાલુ રાખીશું.
એટલું જ નહીં નિવેદનમાં આગળ પણ કહેવાયુ છે કે, કેટલાય શ્રીલંકાના લોકો લોકતાંત્રિક સાધનો અને મૂલ્યો તથા સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાઓ અને સંવૈધાનિક ઢાંચાના માધ્યમથી સમૃદ્ધિ અને પ્રગતિ માટે પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માગે છે.
હકીકતમાં જોઈએ તો, ભારતીય હાઈકમિશનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જેના પર આરોપ લાગ્યા હતા કે, રાજપક્ષેને દેશમાંથી ભાગવામાં તેમની મદદ કરી છે. આ અગાઉ સોશિયલ મીડિયા પર એવા દાવા પર થઈ રહ્યા હતા કે, ભારત શ્રીલંકામાં પોતાની સેના મોકલી રહ્યું છે. જો કે, આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવતા શ્રીલંકામાં રહેલા ભારતીય હાઈકમિશને તેનું ખંડન કર્યું છે.
- Advertisement -