રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ થયા પછી પાકિસ્તાન અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં અટવાયું છે
ખાસ-ખબર સંવાદદાતા
આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષની મદદ મેળવવા માટે પાકિસ્તાને યુક્રેનને શસ્ત્રો આપ્યા હોવાનો ખુલાસો થયો છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાન અને અમેરિકી સરકારના આંતરિક દસ્તાવેજોના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.
જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે અમેરિકાની એનજીઓના રિપોર્ટને ફગાવી દીધો છે. આથી આઇએમએફ સાથે 3 અબજ અમેરિકી ડોલરનો સોદો કરવામાં મદદ મળી શકે છે. આઇએમએફે છેલ્લે 1.2 અબજ ડોલરનું રાહત પેકેજ જુલાઇ મહિનામાં આપ્યું હતું. અમેરિકી વેબસાઇટ ઇન્ટરસેપ્ટના જણાવ્યા અનુસાર શસ્ત્રો યૂક્રેનની સેનાની આપૂર્તિ કરવાના હેતુંથી વેચવામાં આવ્યા હતાખાસ બાબત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરુ થયા પછી પાકિસ્તાન અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોમાં અટવાયું છે.
યુક્રેન યુધ્ધ વખતે રશિયાની મુલાકાત લેવી પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનને ભારે પડી હતી. પાકિસ્તાન રશિયા અને યુક્રેન યુધ્ધમાં તટસ્થતાની નીતિ અપનાવી હોવાનું માને છે. ડોન અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની યાત્રામાં દરમિયાન યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબોએ આનું ખંડન કર્યુ હતું.
પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ પણ યુક્રેન સાથેના કોઇ પણ શસ્ત્ર સોદાનો ઇન્કાર કર્યો હતો.નિષ્ણાતોનું માનવું છે કે યુક્રેન રશિયાની પ્રચડ શકિત સામે હથિયારો મામલે પાછળ પડી રહયું છે ત્યારે રશિયાની ચાંપતી નજરથી બચીને પશ્ર્ચિમ દેશોએ હથિયારો આપવા મુશ્ર્કેલ બની રહયા છે. રશિયાને પણ દારુગોળો અને કેટલાક પ્રકારના શસ્ત્રોની જરુર પડી રહી છે તેના માટે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે સંબંધો મજબૂત બનાવ્યા છે.