‘ખાસ-ખબર’માં ગત તા. 7-7-2022નાં રોજ પ્રકાશિત કરાયેલાં અહેવાલ બાદ ન્યૂઝ એન્ડ મીડિયા રિલેશન શાખા, માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા ખાસ-ખબરને ઈ-મેઈલ કરી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, ટીકર રણ વિસ્તારમાં તા. 1 ઓક્ટોબર 2018ના નોટિફિકેશન બાદ કોઈ જ ફેકટરી આવેલી નથી તેમજ કોઈ જ ગઘઈ પણ આપવામાં આવેલું નથી. તમામ ફેકટરીઓ અભયારણ્ય બહાર આવેલી છે.
આ ફેકટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી અભયારણ્યમાં ન ફેલાય તે માટે રેન્જ ઓફિસ હળવદ દ્વારા સતત ફેરણ કરવામાં આવે છે અને જો કોઈ જાણમાં આવે તો તેની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ ફેકટરીઓની ગફલત જણાઈ આવ્યા બાદ ૠઙઈઇ દ્વારા ક્લોઝર નોટીસ આપી દરેક ફેકટરીને રૂા. 25 લાખનો દંડ ભરવા આદેશ કરવામાં આવ્યો છે.