ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ દાવાની ટૂંકી વિગત મુજબ ગુજરનાર અભેસિંહ મુળુભા જાડેજાની વડીલોપાર્જિત વીડી તરીકે ઓળખાતી જમીન જેના રેવન્યુ સર્વે 27 પૈકી 1 પૈકીની આવેલી છે. મુંજકાના રહીશ કાથળભાઈ હરસુરભાઈ સેગલીયાએ અભેસિંહ મુળુભા જાડેજાની રાજકોટના વેજાગામના રે.સ.નં. 27 પૈકીની વીડી તરીકે ઓળખાતી જમીન એક ગુંઠા 38-25 જમીન માહે એકર 4-32 ગુંઠા જમીન વેચાણ તા. 18-1-1975ના મર્હુમ અભેસિંહ મુળુભા જાડેજા દ્વારા વેચાણ કરાર (1) કાથળભાઈ સેગલીયા રહે. નવા મુંજકા, (2) નાગદાનભાઈ રામભાઈ જલુ રહે. રાજકોટવાળાને એક વિઘાના રૂા. 375 લાખે વેચાણ કરાર કરેલ અને તેની સુથી પેટે રૂા. 1250 આપેલ છતાં અભેસિંહ મુળુભાના વારસો કરારનો અમલવારી કરતા ન હોય અને તા. 12-9-2014ના રોજ જેસીબીવાળાને મોકલી જમીન પ્રવેશ કરવા લાગતા હાલનો દાવો લાવવાની ફરજ પડી તેમ જણાવીને કાથળભાઈ સેગલીયાએ રાજકોટના પ્રિન્સિ. સિવિલ જજ સમક્ષ કરારના વિશેષ અમલ મળવા અને કાયમી મનાઈહુકમ વિજ્ઞાપનનો દાવો વેજાગામના રહેવાસી ગુજરનાર અભેસિંહ મુળુભા જાડેજાના વારસદારો, રાજેન્દ્રસિંહ, જયદેવસિંહ, કિશોરસિંહ, નવલસિંહ, યોગેન્દ્રસિંહ, પુષ્પાબા તથા જયેન્દ્રબા, વૈશાલીબા વગેરે સામે વર્ષ 2014માં દાવો દાખલ કર્યો હતો. જેમાં નામ.કોર્ટ દ્વારા પ્રતિવાદીઓને હાજર થવા સમન્સ ઈસ્યુ કર્યું તેમાં પ્રતિવાદી નં. 5 નવલસિંહ અભેસિંહ જાડેજા વતી એડવોકેટ સંજય એચ. પંડ્યા કોર્ટમાં હાજર થઈને સિવિલ પ્રોસી.
- Advertisement -
કોડ ઓર્ડર 7 રૂલ 11 નીચે અરજી આપીને દાવો રદ કરવા અરજી કરી હતી. તેમાં એડવોકેટ સંજય પંડ્યાએ નામ.સિવિલ કોર્ટમાં લેખિત તથા મૌખિક દલીલો કરીને જણાવ્યું કે ગુજરનાર અભેસિંહ જાડેજાએ કાથડભાઈ સેગલીયાને કોઈ વીડીની જમીન બાબતે વેચાણ કરાર કરી આપેલ નથી. હાલનો કહેવાતો વેચાણ કરાર ઉભો કરેલો ખોટો, બનાવટી છે ગેરકાયદેસર રીતે કરોડોની જમીન પચાવી પાડવા હાલનો દાવો કાથડભાઈ 39 વર્ષ બાદ કોર્ટમાં લાવ્યા છે જેથી વાદીનો દાવો લિમિટેશન બહારનો હોય તથા ઉચ્ચ અદાલતના જજમેન્ટો રજૂ રાખીને સિવિલ પ્રોસિજર ઓર્ડર 7 રૂલ 11 નીચે દાવો રદ કરવા સિવિલ કોર્ટને અપીલ કરી હતી તથા અન્ય પ્રતિવાદીના એડવોકેટ અર્જુનભાઈ પટેલ દ્વારા પણ દાવો રદ કરવા અરજી કરી હતી. આ કેસમાં નામદાર સિવિલ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી તથા પુરાવાઓ ધ્યાને લઈ ઠરાવ્યું કે વાદીએ હાલનો દાવો લિમિટેશન એક્ટ 1964, આર્ટિકલ 54 મુજબ સ્પેશીફીક પરફોમન્સ મુજબ 3 વષની અંદર દાવો ફાઈલ કરવાની જરૂરિયાત હતી, પરંતુ હાલનો દાવો 39 વર્ષ બાદ ફાઈલ થયો છે જેથી સિવિલ પ્રોસિજર ઓર્ડર 7 રૂલ 11 ડી મુજબ પ્રતિવાદી નં. 5 નવલસિંહ જાડેજાની અરજી મંજૂર કરીને વાદી કાથડભાઈ હરસુરભાઈ સેગલીયાનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં પ્રતિવાદી નં. 5 નવલસિંહ જાડેજા (વેજાગામ) વતી એડવોકેટ સંજયભાઈ એચ. પંડ્યા તથા મનિષભાઈ એચ. પંડ્યા, ઈરશાદ શેરસીયા, જયદેવસિંહ ચૌહાણ રોકાયેલા છે તેમજ અન્ય પ્રતિવાદી વતી રાજકોટના સિનિયર એડવોકેટ અર્જુનભાઈ પટેલ રોકાયેલા હતા.