આજરોજ કેશોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા કારોબારીની મીટીંગ યોજવામાં આવી જેમાં સૌ પ્રથમ કોંગ્રેસ તાલુકા પ્રમુખનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ જીતેલા ઉમેદવારનું પણ ફૂલ હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગેસ ના સંગઠનને મજબુત બનાવવા એવો એજન્ડા બનાવવામાં આવ્યો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે જે પોતાના વચનોમાંથી ફરી ગયા છે.
જેમી સામે જુદા જુદા કાર્યકર્મો આપવાનું નક્કી કરવમાં આવ્યું છે ભારતીય જનતાનું શાચન આવ્યા બાદ પેટ્રોલ ડીજલ અને ગેસના ભાવ ડબલ થયા શિક્ષણ અને આરોગ્યના ખર્ચા બમણા થયા ખેડૂતોની બમણી આવક કરવાની વાત હતી એ એની અડધી થઇ એવા આક્ષેપ અર્જુનભાઈ મોઢવાડિયા એ કર્યા હતા આ કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડિયા,વિ.ટી સીડા, ડાયાભાઇ દેસાઈ,હમીરભાઈ ધૂળા,સમીરભાઈ પાંચાણી,અશ્વિનભાઈ ખટારિયા,નથુભાઈ કેશવાળા,પ્રગતિબેન આહીર, ધર્મિષ્ઠાબેન કમાણી, નિર્મળાબેન છેલાવડા હાજર રહ્યા હતા. આ કારોબારી સમિતિનું સંચાલન આર.પી સોલંકી સાહેબે કર્યું હતું.