શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમની પ્રશંસનિય કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તથા અધિક પોલીસ કમિશનર વિધી ચૌધરી તથા નાયબ પોલીસ કમિશનર સજ્જનસિંહ પરમાર (ઝોન-1)ની સૂચના અન્વયે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર આર. જી. બારોટના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમ દ્વારા અલગ અલગ અરજદારોની સાયબર ફ્રોડથી ગુમાવેલી કુલ રકમ રૂા. 66600 પરત અપાવવામાં આવી છે.
અરજદારો અબ્બાસભાઈ ફકરુદીન વાડીવાલાએ ઈન્સ્ટાગ્રામમા ઓનલાઈન આઈડીમાં ઓનલાઈન એપ્લીકેશનની અજાણી લીંક ક્લિક કરતાં તુરત જ ખાતામાંથી 21000 ઉપડી ગયા હતા, વિપુલભાઈ ધરમશીભાઈ સગપરીયાના મિત્રનું ફેસબુક હેક થયેલુ હોય જેથી ફેસબુક મેસેન્જરના માધ્યમથી વાતચીત દરમિયાન પોતે હોસ્પિટલમાં હોય અને તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય જેથી અરજદારે સામાવાળાને રૂા. 6000 ગુગલ પે મારફતે ચૂકવી આપ્યા હતા, જે પૂરેપૂરી રકમ અને સાગરભાઈ જયંતીભાઈ કણસાગરાને એચડીએફસીના કર્મચારીની ઓળખ આપી તમારી પોલીસી રીન્યુ થાય છે ક્રેડીટ કાર્ડમાં ઓફર છે અને સેમ પ્રીમીયમમાં પોલીસી થઈ જશે એમ જણાવી ઈમેઈલ આઈડી પર એક લીંક મોકલેલ જેથી અરજદારને વિશ્ર્વાસમાં લઈ લીંક ક્લિક કરાવીને ક્રેડીટ કાર્ડની પ્રોસેસ કરાવીને ઓટીપી મેળવી લઈને રૂા. 12,677 પોલીસીના ભરેલ અને રીન્યુઅલની પીડીએફ ઈમેઈલ મારફતે મોકલેલી ત્યારબાદ પોલીસીના હપ્તા ઈએમઆઈ ક્ધવર્ટ ન થતાં અરજદારે એચડીએફસી ઈઆરજીઓમાં કસ્ટર કેરમાં વાત કરતાં ફ્રોડ થયેલની અરજી કરેલી જેમાં હોલ્ડ રહેલી રકમની કોર્ટ મારફતે પૂરેપુરી રકમ 12677 અને વિશાલભાઈ વલ્લભભાઈને ટેક્સ મેસેજ આવ્યો જેમાં આવેલી લીંક ક્લિક કરતાં તરત જ ખાતામાં રૂા. 8000 ઉપડી ગયા હતા જે પૂરેપરી રકમ પરત કરાવવામાં આવી છે.
આમ કુલ 6 અરજદારોએ સાયબર ફ્રોડથી ગુમાવેલા રૂપિયા રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સાયબર ટીમે પાછા મેળવી આપ્યા છે.