નમો એપના માધ્યમથી કાર્યકર્તાઓને દેશના વિકાસલક્ષી કાર્યોની માહિતી મળશે : કમલેશ મિરાણી
નમો એપમાં કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓ સહિતની વિવિધ યોજનાઓ એપના માધ્યમથી લોકોને પહોંચાડવામાં મદદરૂપ થશે : ધનસુખ ભંડેરી
નરેન્દ્રસિહ ઠાકુરે માર્ગદર્શન આપ્યુ તેમજ શહેર ભાજપ સોશ્યલ મીડીયાના કન્વીનર હાર્દિક બોરડ ઘ્વારા એપ ડાઉનલોડ કરવા અંતર્ગત માહિતી પુરી પડાઈ. તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈની ઉપસ્થિતિમાં ‘નમો એપ’ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ ત્યારે પ્રદેશ ભાજપની યોજનાનુસાર લોકો વધુને વધુ ‘નમો એપ’ થી માહિતગાર થાય અને તેની સાથે જોડાય તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રક્ષાબેન બોળીયા,સૌરાષ્ટ્ર ઝોનના સોશ્યલ મીડીયા ઈન્ચાર્જ જીતુભાઈ પાઘડાર ની ઉપસ્થિતિમાં શહેરના મેયર બંગલા ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવેલ કે ‘નમો એપ’ના માધ્યમથી કાર્યકર્તાઓ તેમજ દેશવાસીઓ કેન્દ્રની લોકકલ્યાણકારી અને લોકહીતકારી યોજનાઓથી માહિતગાર થશે અને કેન્દ્રના વિકાસલક્ષી કાર્યોની માહિતી કાર્યકર્તાઓ ‘નમો એપ’ના માધ્યમથી લોકોને પહોચાંડશે અને લોકો આ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરે એ માટે પ્રયત્નશીલ રહેશે.
- Advertisement -
આ બેઠકમાં માર્ગદર્શન આપતા ધનસુખ ભંડેરીએ જણાવેલ કે ‘નમો એપ’માં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ એપ ના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે લોકો વધુને વધુ પોતાના મોબાઈલમાં નમો એપ ડાઉનલોડ કરે એ માટે આઈટી સોશ્યલ મીડીયાની ટીમ કાર્યરત થાય. ત્યારે આ ટેકનોલોજીના જમાનામાં દરેક લોકો ટેકનોલોજીથી ખભે ખભ્ભો મિલાવે અને ‘નમો એપ’ જે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે અને તેઓ ઈચ્છે છે કે દરેક લોકો નમો એપ વિશે વધુને વધુ માહિતી મેળવી ડાઉનલોડ કરી ઉપયોગ કરે. નમો એપમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ યોજનાઓ પણ એપના માધ્યમથી છેવાડાના માનવી સુધી પહોંચશે. ત્યારે નમો એપ દરેક કાર્યકર્તા માટે કેટલી ઉપયોગી છે તે દરેક કાર્યકરને નમો એપથી જ કેન્દ્ર સરકારની કામગીરીની માહિતી મળી શકશે.
આ બેઠકમાં શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુરે જણાવેલ કે નમો એપ એ એક સોશ્યલ એપ્લીકેશન છે ત્યારે વધુમાં વધુ કાર્યકર્તાઓ અને જનતા આ એપને ડાઉનલોડ કરે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં શહેર ભાજપ સોશ્યલ મીડીયાના ઈન્ચાર્જ હાર્દિક બોરડે ઉપસ્થિત કાર્યકર્તાઓ પોતાના મોબાઈલમાં ‘નમો એપ’ ડાઉનલોડ કરવા અંતર્ગત માર્ગદર્શન આપ્યુ હતું. આ કાર્યશાળાનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ કરેલ હતી. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, વોર્ડ પ્રમુખ મહામંત્રી પ્રભારી, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ સહીતના ઉપસ્થિત રહયા હતા. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રમેશભાઈ જોટાંગીયા, નલારીયન પંડીત સહીતનાએ જહેમત ઉઠાવી હતી.