ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સમગ્ર વિશ્વમાં 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચશ્રીઓ/યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ 21 જૂન સુધી વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે.સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા આવે તે મુખ્ય ઉદ્દેશથી તાલાલા લોહાણા મહાજન વાડી ખાતે વિશ્વ યોગ દિવસ ઉજવણી નિમિત્તે નગરજનો માટે યોગ અભ્યાસ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે. રોજ સવારે 6:00 થી 7:30 દરમિયાન આ યોગ વર્ગ શરૂ કરાયા છે.
તાલાલા લોહાણા મહાજન વાડી ખાતે યોગાભ્યાસ કરતા નાગરિકો
