- કલમ 370ની નાબુદીને કાળો દિવસ ગણાવવામાં અપરાધ નથી, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે શુભેચ્છા આપવી એ અપરાધ નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અભય ચોક તથા ન્યાયમૂર્તિ ઉજવલ ભૂઈયાની ખંડપીઠે બંધારણની કલમ 19 હેઠળ તેની વાત કહેવાનો અધિકાર છે. દેશનો નાગરિક કોઈ અન્ય દેશના સ્વતંત્રતા દિવસ પર તે દેશના નાગરિકોને શુભેચ્છા આપે તો તે કોઈ અપરાધ માનવામાં આવશે નહી.
આ કેસમાં વોટસએપ સ્ટેટસ મુદે એક પ્રોફેસર સામે થયેલા કેસને સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે કાનૂનની મર્યાદામાં રહીને વિરોધ કરવાનો નાગરિકોને અધિકાર છે.
- Advertisement -
કાશ્મીર માટેની ખાસ કલમ 370 ખત્મ કરવાના સરકારના નિર્ણયની ટીકા કરવાનો પણ ભારત સરકારના નિર્ણયની ટીકા કરવાનો પણ દરેક નાગરિકને અધિકાર છે. શર્ત એ છે કે તે કાનૂની મર્યાદામાં હોવી જોઈએ. આ પ્રકારની ટીકાને ભારતીય ફોજદારી ધારાની કલમ 153-એ હેઠળ અપરાધ ગણી શકાય નહી. તેણે આ કલમ રદ કરવાના નિર્ણય અને તેના આધારે લેવાયેલા પગલાનો વિરોધ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કલમ 370ને રદ કરવાની ટીકા કરનાર વ્હોટ્સએપ સ્ટેટસના આધારે એક પ્રોફેસર સામે નોંધાયેલી FIRને રદ કરતા કહ્યુ કે દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની ટીકા કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે આ સાથે બોમ્બે હાઈકોર્ટના આદેશને પલટી દીધો.