ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં તા. 19 ઓકટોબરનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બીઆરસી અને સીઆરસીને પરિપત્ર કરી શિક્ષકોને હાજર રહેવા આદેશ કર્યો હતો. આ પરિપત્રને લઇ વિવાદ ઉભો થયો હતો. તેમજ શિક્ષકોમાં કચવાટ ફેલાયો હતો. જેના પગલે જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોને હાજર રહેવાનો પરિપત્ર રદ કર્યો છે અને સ્પષ્ટતા કરી હતી કે, વડાપ્રધાનનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતી રહેવાનાં હોય લોકોની સુખાકારી અને સુચારૂ આયોજન માટે જિલ્લાનાં 90 સીઆસી પાસેથી 2250 કર્મચારીઓની આગોતરા આયોજન માટે માહિતી મંગાવી હતી. પરંતુ પત્રને અલગ સ્વરૂપ આવી ખોટી રીતે રજુ કરવામાં આવ્યો હતો. તેમજ શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વિવાદ થતાં PMનાં કાર્યક્રમમાં હાજર રહેવાનો પરિપત્ર રદ્દ
