આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું
દિવસેને દિવસે ગુજરાતી યુવાનોના વિદેશ જવાના અભરખાને કારણે છેતરવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે CID ક્રાઇમના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં રેડ કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અસલી ડિગ્રી પડાવી લઈ નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સતગે આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. મહત્વનું છે કે, CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું છે.
- Advertisement -
રાજ્યમાં નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલીયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિગતો મુજબ CID ક્રાઇમની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસમાં દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન આંબાવાડીની નેપ્ચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા છે. આ સાથે CID ક્રાઈમએ ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા મામલો ખુલ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમીયા ઓવરસીઝના માલિકને ધો.10 અને 12ની માર્કશીટ, ડોક્યુમેન્ટ્સ અસલી આપ્યા હતા. જેમાં સચિન ચૌધરી અને મિહિર રામીની તપાસમાં આ સમગ્ર ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓએ નોટરીનું સોગંદનામુ અને તમામ દસ્તાવેજો અસલી આપ્યા હતા. બંનેના પરિવારજનોએ વિઝા કન્સલટન્ટ વિશાલ પટેલને 3-3 લાખ પણ આપ્યા હોવાનું ખૂલ્યું છે. જેને લઈ હવે CID ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.