યુવાનના કુટુંબી ભાઈના ઘર પર હુમલો કરતા 21 શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે રહેતા ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ રણછોડભાઈ કારોલીયાના કુટુંબીભાઈ સંજયભાઈ વિઠ્ઠલભાઈ કારોલીયાને પોતાના ગામના માત્રણિયા પરિવારની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બંને ઘરેથી કોઈને જાણ કર્યા વગર પ્રેમલગ્ન કરી લીધા હતા જે બાબતનું મનદુ:ખ રાખી યુવતીના પરિવારજનો યુવકને વારંવાર હેરાન પરેશાન કરતા હોય જેથી યુવક સંજયભાઈ પોતાની પત્નીને લઈ વઢવાણ તાલુકાના મઢાદ ગામે રહેવા માટે ચાલ્યા ગયા હતા. જે પ્રેમલગ્ન બાબતનું મનદુ:ખ રાખી ગુરુવારે ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ કારોલિયા ઘરે હાજર હોય તેવા સમયે માત્રણિયા પરિવારના કેટલાક સભ્યો ઘર પાસે જઈ ગાળો બોલવા લાગ્યા હતા અને ગાળો બોલવાની મનાઈ કરી હાથમાં તલવાર, ધારિયા, લાકડી જેવા ઘાતક હથિયારો લઇ યુવકના ઘર પર હુમલો કરવા લાગ્યા હતા આ તરફ યુવક અને તેઓના પરિવારજનો પર ઘરનો દરવાજો અંદરથી બંધ કરી છુપાઈ જતા તમામ ઈસમો ઘરનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી તમામ ઘરવખરી તોડફોડ કરી પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં પરિવારજના તમામ સભ્યોને ઇજા પામી હતી. ઘરમાં તોડફોડ કરતા બાદ તમામ શખ્સો નાશી જતા પડોશી દ્વારા ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી બાદમાં ભગવાનભાઈ ઉર્ફે મુકેશભાઈ કારોલિયા દ્વારા હુમલાખોર અમિતભાઈ મનસુખભાઈ માત્રાણીયા, જીતેશભાઈ સોમાભાઈ માત્રાણીયા, સચિન ભાઈ ઉર્ફે સટ્ટી ધનજીભાઈ માત્રાણીયા, ઋત્વિજ ઉર્ફે અજય ચંદુભાઈ માત્રાણીયા, અશોકભાઈ ધીરુભાઈ માત્રાણીયા, મહિપતભાઈ વાલજીભાઈ માત્રાણીયા, કલાભાઈ હેમુભાઈ માત્રાણીયા, સંજયભાઈ વિજયભાઈ માત્રાણીયા, મુકેશભાઈ બાબુભાઈ માત્રાણીયા, આશિષભાઈ પ્રતાપભાઈ માત્રાણીયા, અજીતભાઈ કાનજીભાઈ માત્રાણીયા, ખનો ગોપાલભાઈ માત્રાણીયા, લાલો જાદવભાઈ કણઝરીયા, અજય રસિકભાઈ માત્રાણીયા, પંખી ગીધાભાઈ માત્રાણીયા, કિશનભાઇ કલ્યાણભાઈ માત્રાણીયા, નવલભાઇ ધરમશીભાઈ માત્રાણીયા, અજીતભાઈ મોબાભાઈ માત્રાણીયા, અશ્વિનભાઈ ધીરુભાઈ માત્રાણીયા તથા રાહુલભાઈ ધનજીભાઈ માત્રાણીયા વિરુધ ચૂડા પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -



