કોલેજ કેમ્પસમાં વિવિધ કોર્સ જેમ કે આર્ટસ, સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર સાયન્સ, મેનેજમેન્ટ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવા કોર્સની સુવિધાઓ ઉપલબ્ધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને મુંઝવણ હોય છે કે તેઓ કઈ કોલેજમાં જશે, ક્યા કોર્સ કરશે અને તેઓનું ભવિષ્ય કઈ રીતે ઘડતર કરશે, આ તમામ સવાલોના જવાબ માત્ર એક જ સ્થળે જ મળી રહે છે એ છે ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ રાજકોટ. ફાધર ડો. જોમોન થોમનના કે જેઓ મેનેજમેન્ટના નિષ્ણાત છે અને લંડનથી મેનેજમેન્ટનું ઉંડુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈસ્ટ કોલેજ છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં કાર્યરત છે. આ કોલેજ કેમ્પસમાં વિવિધ કોર્સ જેવા કે આર્ટસ, સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર સાયન્સ, મેનેજમેન્ટ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવા કોર્સની સુવિધાઓ ઉપલબ્ધ છે.આ કોલેજ કેમ્પસ કોઈ સાધારણ કેમ્પસ નથી કે જ્યાં માત્ર પુસ્તકો દ્વારા શિક્ષણ આપવામાં આવે પરંતુ આ કેમ્પસમાં ન્યુ એજ્યુકેશન પોલિસી મુજબ સ્કિલ બેઝ એજ્યુકેશન આપવામાં પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન ઉપરાંત નિયમિત સમયાંતરે ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ, ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને ઈન્ટરશીપ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.
- Advertisement -
આ ઉપરાંત અલગ અલગ તમામ કેટેગરીની ઈન્ડસ્ટ્રીઅલ વિઝીટ પણ કરવામાં આવે છે. કેમ્પસમાં વુમન એજ્યુકેશન અને સ્પોર્ટસને પણ પૂરેપૂરું પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ સંદર્ભે વિવિધ કલ્ચરલ એક્ટિવિટીઝ કોલેજમાં કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ટેલેન્ટને ઓળખી અને આગળ વધી શકે છે. ક્રાઈસ્ટ કોલેજમાં દર વર્ષે કેમ્પસ જોબ ફેર પણ યોજવામાં આવે છે. જેમાં ઘણી જ મલ્ટીનેશનલ કંપની આવીને વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લઈને તેમને ત્યાં જ સારા જોબની ઓફર આપે છે. ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસ રાજકોટ છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને સંપૂર્ણ વિકાસ આપવામાં પૂરેપૂરું સફળ રહ્યું છે અને આપણા દેશ અને વિદેશના વિવિધ ભાગોમાં ક્રાઈસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ સફળતાપૂર્વક આજે તેમના ભવિષ્યમાં સેટ થઈ અને આગળ વધી રહ્યા છે. દેશના વિવિધ મહત્ત્વના પ્રોજેક્ટમાં પણ ક્રાઈસ્ટ કોલેજના વિદ્યાર્થીનો ફાળો રહેલો છે.