ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યામાં ભગવાન શ્રીરામનો મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશભરની જનતામાં પણ ભગવાન જય શ્રીરામના નારાઓ ગુંજી ઉઠ્યા છે. ત્યારે ગોંડલના રાજવીકાળના ભૂરાબાવાના ચોરાનું નવીનીકરણ થયું છે. ચોરેથી રામ દરબારને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરીની સાંજે ગોંડલના મહારાજા હિમાંશુસિંહજી દ્વારા ચોરાની આરતી ઉતારવામાં આવી હતી. ચોરાના નવીનીકરણ બાદ ભવ્ય લોકડાયરો યોજવામાં આવ્યા હતો. જેમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્ય સિંહ જાડેજા અને નૈમિષભાઈ ધડુક, પ્રફુલભાઈ ટોળીયા, સંતો મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે હવે ભૂરાબાવાનો જર્જરિત ચોરો નવો થઈ ગયો છે. આ ચોકનું વિચારવું પડશે. તો આજથી આ ચોકનું નામ “અયોધ્યા ચોક” થી ઓળખાશે. મુનિર બુખારી ને અયોધ્યા મંદિર ખાતે પેઇન્ટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું પણ પોતે પોતાના વતન માં જ રહી ને રામ ભગવાનનું પેઇન્ટિં ડ્રો કર્યું હતું. ગોંડલ નાગરિક બેન્ક ચેરમેન અશોકભાઈ પીપળીયા નું સન્માન ભોજરાજપરા યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. લોક ડાયરા કલાકાર અલ્પાબેન પટેલ, હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા, હરદેવભાઈ આહીર.અને સાગરદાન ગઢવીએ લોકોને મનોરંજન પીરસ્યું હતું.
ગોંડલ ભૂરાબાવાના ચોરા પાસેનો ચોક ‘અયોધ્યા ચોક’થી ઓળખાશે
