જિલ્લા LCB ટીમે દારૂ સહિત કુલ 3.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ ચોટીલાના રાજકોટ અમદાવાદ હાઇવે પર પેટ્રોલીંગમાં હોય તેવા સમયે અમદાવાદ તરફથી એક કર્મ વિદેશી દારૂ લઈ જવાતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીડાઈ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફ દ્વારા વિચ ગોઠવી હતી જે દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર જીજે 03 કે પી 6579 વળી નીકળતા આ કારને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની 64 બોટલ કિંમત 73,000 રૂપિયા સાથે ગણપતભાઇ જક્ષીભાઈ મલકીયા તથા અશ્વિનભાઈ વિરજીભાઇ મેટાલિયાને ઝડપી પાડી એક કાર કિંમત 2.50 લાખ રૂપિયા તથા બે મોબાઇલ કિંમત દશ હજાર રૂપિયા એમ કુલ મળી 3.33 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી બંને વિરુધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



