ત્રણેય ડમ્પર અને રેતીનો જથ્થો મળી 95.80 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 6 મેના રોજ સવારના સમયે ચોટીલા રાજકોટ હાઈવે, આણંદપુર રોડ તથા ગ્રામ્ય વિસ્તારની બાજુબાજુ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ભરી વહન કરતા ત્રણ ડમ્ફરને ઝડપી લીધા હતા. આ ત્રણેય ડમ્ફરમાં જીજે 03 એ એક્સ 2513 નંબર વાળું હરસુરભાઈ ગોદડભાઈ ખાચર, જીજે 03 બી વાય 8483 નંબર વાળુ અક્ષય રાણાભાઇ માલકિયા તથા જીજે 25 યુ 5193 નંબર વાળું વરૂ રામભાઈ સામતભાઈના ડમ્ફર હોવાનું માલુમ પડતાં ત્રણેય ડમ્ફર તથા રેતીનો જથ્થો સહિત કુલ 95.80 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.



