બ્લેક ટ્રેપ અને રેતી ભરેલા 8 વાહન સહિત કુલ 2.79 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓને નાથવા માત્ર એક અધિકારીને જ રસ હોય તેની માફક વારંવાર ખનિજ ચોરી અને ખનિજ વહન કરતા વાહનોને ઝડપી રહ્યા છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરી સામે કડક કાર્યવાહીને લઈને હવે ખનિજ માફીયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે તેવામાં હવે વઢવાણ પ્રાંત અધિકારીનો ચાર્જ પણ એચ.ટી.મકવાણા પાસે હોવાથી વઢવાણ આજુબાજુ ખનિજ ચોરી કરતા માફીયાઓ પર તવાઈ બોલાવી છે ત્યારે વઢવાણ ઈનચાર્જ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને તેઓની ટીમ દ્વારા વડોદ ચોકડી, ફૂલગ્રામ ચોકડી નેશનલ હાઈવે કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી બ્લેક ટ્રેપ, રેતી અને માટી ભરેલા કુલ 8 વાહનોને ઝડપી લીધા હતા આ તમામ વાહનો પાસે ખનિજ અંગે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તમામ વાહનો સહિત કુલ 2,79 કરોડ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી વાહન માલિકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.