યાર્ડના વિકાસમાં પૂર્વ ચેરમેનના યોગદાનને યાદ કરીને નામકરણ કરાયું; પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી મળી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
ચોટીલા માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડના પૂર્વ ચેરમેન સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ માર્કેટિંગ યાર્ડ સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલના નામથી ઓળખવામાં આવશે.
- Advertisement -
માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નામકરણ અંગેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. સ્વ. ભરતભાઈ ધાધલે ચેરમેન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન યાર્ડના વિકાસમાં નોંધપાત્ર અને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના સન્માનમાં આ નામકરણ કરવામાં આવ્યું છે.