દક્ષિણ આફ્રિકાનો દેશ ઝામ્બિયા કોલેરાના ગંભીર પ્રકોપ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. વર્ષે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં દેશમાં 400થી વધુ લોકોના મોત થયા છે અને 10,000 થી વધુ લોકો સંક્રમિત છે.
કોલેરાના કારણે દેશભરની શાળાઓ બંધ કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. રાજધાની લુસાકામાં એક વિશાળ ફૂટબોલ સ્ટેડિયમને સારવાર કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.
- Advertisement -
ઝામ્બિયન સરકાર સામૂહિક રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહી છે અને કહે છે કે તે દેશમાં અસરગ્રસ્ત સમુદાયોને દરરોજ 2.4 મિલિયન લિટર સ્વચ્છ પાણી પુરૂ પાડે છે.
‘ઝામ્બિયા પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ’ અનુસાર, ઝામ્બિયામાં રોગચાળો ઓક્ટોબરમાં શરૂ થયો હતો. ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 412 લોકો કોલેરાના કારણે મૃત્યુ પામ્યા છે અને 10,413 કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશના લગભગ અડધા જિલ્લાઓ અને 10 માંથી 9 પ્રાંત કોલેરાની ઝપેટમાં છે. લગભગ બે કરોડની વસ્તી ધરાવતા દેશમાં દરરોજ 400 થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.