એક બાદ એક રાષ્ટ્રવડાને વ્હાઈટહાઉસમાં બોલાવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ હવે ચીન સાથે વાટાઘાટની તૈયારી કરી : જૂનમાં મુલાકાતની શકયતા
અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વિશ્વના એક બાદ એક રાષ્ટ્રવડાઓને વ્હાઈટ હાઉસમાં આમંત્રીત કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીનના રાષ્ટ્ર વડા શી જિનપિંગ બહુ ટુંકા સમયમાં જ વ્હાઈટ હાઉસની મુલાકાત લેશે તેવું મંતવ્ય વ્યક્ત કર્યુ છે. બંને દેશો વચ્ચે જે ટેરીફ મુદે નવો તનાવ સર્જાયો છે તેના પર ટ્રમ્પે કહ્યું કે, શી જિનપિંગ બહુ મોડા નહી પણ બહુ જલ્દી અમેરિકા આવશે.
- Advertisement -
જો કે તેઓએ આ અંગે વધુ કોઈ વિગતો આપી ન હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની શપથવિધિ સમયે પણ જિનપિંગને અમેરિકા આવવા આમંત્રણ આપ્યુ હતું પણ ચાઈનીઝ રાષ્ટ્રવડા આવ્યા ન હતા. હજુ સુધી બંને વચ્ચે ભાગ્યે જ કોઈ મોટી ઔપચારીક વાતચીત થઈ છે. પણ માનવામાં આવે છે કે જૂન માસમાં જિનપિંગ અમેરિકાની મુલાકાત લઈ શકે છે. આ માસમાં જ બંને રાષ્ટ્રવડા એટલે ટ્રમ્પ અને જિનપિંગનો જન્મદિવસ છે અને તેથી તેઓ સાથે એકબીજાનો જન્મદિવસ ઉજવે તેવી શકયતા પણ નકારાતી નથી. ટ્રમ્પે ચાઈના પર ટેરીફ નાંખ્યા બાદ ચીને પણ વળતા ટેરીફ લાદયા હતા.
તેથી હવે બંને દેશો ટેરીફ મુદે સામસામા આવી ગયા છે. છેલ્લે જિનપિંગે નવેમ્બર 2023માં અમેરિકાની મુલાકાત લીધી હતી અને તે સમયના રાષ્ટ્રપતિ જો બાઈડનને કેલિફોર્નિયામાં મળ્યા હતા.