જૂનાગઢ શહેરમાં ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતા શખ્સો સામે પોલીસની લાલ આંખ આગામી મકરસંક્રાતીના તહેવારોમાં ચાઇનીઝ દોરી વેપલો કરનાર સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં શહેરનાં દાણાપીઠનાં હેઠાણ ફળીયા વિસ્તારમાંથી મહેબુબ સુલેમાન સેતાને ચાઇનીઝ દોરીનાં જથ્થા સાથે ઝપી લેવામાં આવેલ જેમાં અલગ-અલગ કલરના ટેલર નંગ 120 જેની કિંમત રૂા.24 હજાર સાથે ઝડપી એ-ડીવીઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલ જયારે બી-ડીવીઝન પોલીસે જોષીપરાના નંદનવન મેઇન રોડ પરથી ચાઇનીઝ દોરીનાં 50 ટેઇલર સાથે સબ્બીર નઝરઅલી કચ્છી પાસેથી રૂા.3000 હજારનો મુદ્દામાલ ઝડપી પાડી બી-ડીવીઝનમાં ગુનો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જૂનાગઢમાંથી 27 હજારની ચાઇનીઝ દોરી ઝડપાઇ

Follow US
Find US on Social Medias