– દેશી કંપની પણ બનાવશે શ્યાઓમીનાં ફોન!
ચીનની મોબાઈલ ફોન બનાવતી કંપની શ્યાઓમીએ પોતાનું વલણ બદલીને બહુ આયામી રણનીતિ તૈયાર કરી છે. જે અંતર્ગત આ ચાઈનીઝ કંપની ‘મેડ ઈન ઈન્ડિયા’ફોનની નિકાસ કરશે! જે આ ત્રિમાસીકના અંતથી પશ્ચિમ એશીયાઈ દેશોમાં મોકલવામાં આવશે.
- Advertisement -
શ્યાઓમીની વાતચીત ડિકસન ટેકનોલોજી અને અન્ય કંપનીઓ સાથે પણ ચાલી રહી છે. આ કંપનીઓ ભારતમાં શ્યાઓમી માટે કોન્ટ્રાકટ પર ફોન બનાવનારી પહેલી ભાગીદાર બનશે.
હાલ તો અહી તાઈવાની કંપની ફોકસકોન અને ચીનની ડીબીજી અને બીવાઈડી શ્યાઓમીનાં ફોન એસેમ્બલ કરી શકે છે. શ્યાઓમી આગામી બે વર્ષમાં પોતાના હેન્ડસેટમાં ભારતીય સ્પેરપાર્ટસ (સેમી કંડકટરને છોડીને) નો ઉપયોગ બે ગણો અર્થાત 70 ટકા સુધી લઈ જવા માગે છે. જોકે પૂરા ઘટનાક્રમ અંગે શ્યાઓમી અને ડિકસને કોઈ ટિપ્પણી નથી કરી.