સીઈઓ તરીકે રોબોટની નિમણૂક !
કોર્પેારેટ જગતમાં કામની ગુણવત્તાથી લઈને નફો વધારવા સુધીના અનેક પ્રયોગો દુનિયાભરમાં થઈ રહ્યા છે. ત્યારે ચીનની ઓનલાઈન અને મોબાઈલ ગેમ કંપની નેટડ્રેગન વેબસોફટે તેની પેટા કંપની ક્રુજીયન નેટડ્રેગન વેબસોફટમાં ધુમનોઈડ રોબોટ તાંગ યુને નિયુકત કરેલ છે. તાંગ યુ દુનિયાની પ્રથમ રોબેટિક સીઈઓ છે ટોચના મેનેજમેન્ટમાં આટિર્ફિશિયલ ઈન્ટેલિજન્સ (એ1)ને સામેલ કરવાના ભાગરૂપે કંપનીએ ઓગસ્ટમાં તેની નિમણૂક કરી છે.
- Advertisement -
રોબોટ સીઈઓ આ મેટાવર્સ સંસ્થામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે. તેમજ વ્યવસ્થાપન પ્રણાલીના નિર્માણમાં પણ યોગદાન આપશે રોબોટની ટૂ-ડૂ લિસ્ટમાં કંપનીને કર્મચારીઓના કામ દરમિયાન યોગ્ય વાતાવરણ આવવુ અને કાર્યની ગુણવત્તામાં વધારો કરવો વગેરે જેવા કાર્યેા છે.
રોબોટને રોટેટિંગ સીઈએ તરીકે નિયુકત કરવામાં આવલ છે. આથી સમયે સમયે તેની ભૂમિકા બદલતી રહેશે આ રોબેટને નિયુકત કરવાનો ઉદેશ્ય કોર્પેારેટ વ્યવસ્થાને બદલવાનો તેમજ તેને નવા સ્તર પર પહોંચાડવાનો છે.
દુનિયાભરમાં આવા આવા હ્યુમનોઈડ રોબોટનું બજાર દિવસે દિવસે વધી રહ્યું છે. તાજેતરમાં સૌથી અધતન હ્યુમનોઈડ રોબેટ અમેકાનું બીજુ વર્ઝન આવી ચૂકયું છે. અમેકા હવે પહેલા કરતા વધુ હાવભાવ વ્યકત કરી શકે છે તેમજ આ વર્ષે શારમોમીએ પણ સોઈબરવન હ્યુમનોઈડ રોબોટ રજુ કરેલ હતો જે ચહેરાનાર હાવભાવ તેમજ અવાજ સાથે લાગણીઓની પણ ઓળખ કરી શકે છે. એલન મસ્ક ટૂંક સમયમાં જ પોતાનો હ્યુમનોઈડ રોબોટ ઓપ્ટીમસ રજુ કરશે.