દુનિયાનો સૌથી મોટો ડેમ લાંબો સમય ગુપ્ત રહી શકે તેમ નથી
ખાસ-ખબર સંવાદદાતા
વાસ્તિવક નિયંત્રણ રેખા પર ફરી એક વખત ભારત અને ચીન વચ્ચેનો ટકરાવ વધી શકે છે. નવા અહેવાલ પ્રમાણે ચીન હવે પાણીને ભારત સામે હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની ચાલબાજી કરી રહ્યુ છે. ચીન તિબેટમાં એલએસી નજીક યારલુંગ ત્સંગપો નદી પર એક સુપર ડેમ બનાવવાની પોતાની યોજના પર ગૂપચૂપ કામ કરી રહ્યુ છે. આ એજ નદી છે જેને ભારતમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખવામાં આવે છે અને આ સૌથી મોટી નદી છે.
- Advertisement -
ભારતના સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મ ચેલાનીએ એક મીડિયા માટે લખેલા અહેવાલમાં કહ્યુ છે કે, દુનિયાનો સૌથી મોટો ડેમ લાંબો સમય ગુપ્ત રહી શકે તેમ નથી. ચીન આ ડેમ થકી વીજ ઉત્પાદન કરવા માંગે છે. જેની ક્ષમતા 60 ગીગાવોટ હશે. આ બાંધ ચીનના મેગા પ્રોજેકટનો હિસ્સો હશે. ભારત સાથે જોડાયેલી સીમા પરનો આ ડેમ ચીનના અત્યાર સુધીની થ્રી ગોર્જિસ ડેમ કરતા પણ મોટો હશે. થ્રી ગોર્જિસ દુનિયાનો સૌથી મોટો હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મનાય છે.
ચીન પોતાના પ્રોજેકટ અંગે હંમેશા તમામ જાણકારી દુનિયા સમક્ષ આપતુ નથી અને તેના કારણે જ ચીનના નવા સુપર ડેમ અંગે વધારે જાણકારી આવી નથી. તિબેટમાં યારલુંગ ત્સંગપો નદી તરીકે ઓળખાતી અને કૈલાશ પર્વત પાસેથી નિકળથી બ્રહ્મપુત્રા નદી 3969 કિલોમીટર લાંબી છે. આ નદી તિબેટમાંથી નીકળી ભારતમાંથી પસાર થાય છે અને્ બાંગ્લાદેશમાં ખતમ થાય છે. આ નદી પૂર્વ તરફ 1100 કિલોમીટર વહે તે પછી તેમાં બીજી નાની નદીઓનુ વહેણ પણ ભળી જાય છે. એ પછી તે ઉત્તર પૂર્વ તરફ વળે છે અને પર્વતમાળાઓ વચ્ચે સાંકડી ખીણમાંથી પસાર થાય છે. ચીનને પસાર કરીને તે દક્ષિણ તરફ વળે છે. આ હિસ્સો એલએસી પાસે આવેલો છે.
બ્રહ્મપુત્રા દુનિયાની સૌથી મોટી નદીઓના લિસ્ટમાં નવમા ક્રમે છે. બ્રહ્મ ચેલાનાની મતે આ નદી પર હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ચીને હાથ ધર્યો છે. આ યોજનાને પાવર ક્ધસ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઈનાએ હાઈડ્રો ઈલેક્ટ્રિસિટી માટે ઐતહાસિક તક તરીકે ગણાવ્યો છે. એવી પણ શંકા છે કે, ચીન આ નદીને દેશના અન્ય હિસ્સામાં પાણીની અછત ઓછી કરવા માટે ઉત્તર તરફ પણ વાળી શકે છે. જો ચીને આવી હરકત કરી તો ભારત માટે ખતરનાક સ્થિતિ સર્જાશે.