ખાસ-ખબર સંવાદદાતા
વિશ્ર્વના દેશોને દેવાની જાળમાં ફસાવનાર ચીન ખુદ દેવાની જાળમાં ફસાયું છે. ચીનની પોતાના પ્રાંતો અને શહેરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાની યોજના નિષ્ફળ પુરવાર થઈ છે. કોમ્યુનિસ્ટ સરકારે પ્રાંતો અને શહેરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. જેના લીધે 9000 અબજ ડોલર (743 લાખ કરોડ રૂૂપિયા)ના દેવા હેઠળ દબાઈ ગયા. સ્થિતિ એવી છે કે વધતા દેવાને કારણે ખર્ચ પર અંકુશ મૂકવો પડી રહ્યો છે. સરકાર કોઈ પણ પ્રકારની આર્થિક મદદ વિના દેવાની આ સમસ્યાને દૂર કરવાના રસ્તાઓ પણ શોધી રહી છે. કરજ માટે સરકારને કઠિન પગલા પણ ભરવા પડી શકે છે. કોમ્યુનિસ્ટ સરકારે દેશભરમાં લોકલ ગર્વરમેન્ટ ફાઈનેન્સિંગ વ્હીકલ (એલજીએફવી) કંપનીઓ સ્થાપી હતી, જે લોન આપે છે. સરકાર લોનના આ મોડલને નફાકારક વ્યવસાય બનાવવા માંગતી હતી. જેથી રાજ્યો અને શહેરોને લોનના વ્યાજની ચુકવણી માટે સરકારી નાણાંની જરૂૂર ન પડી શકે. આ નાણાકીય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે આ મોડલ ગરીબ રાજ્યો અને શહેરો માટે કારગર સાબિત થયું નથી.ઘણી કંપનીઓ વ્યાજ ચૂકવવા માટે પણ આવક ઊભી કરી શકી નથી. પરિણામે બેન્કે આ કંપનીઓને લોન આપવાનો ઇનકાર કર્યો હતો.
165 લાખ કરોડના બોન્ડ પેમેન્ટમાં વિલંબ, તો વિશ્ર્વ પર તેની અસર પડશે
પ્રાંતો અને શહેરોને લોન આપતી આ કંપનીઓના બોન્ડ્સમાં રોકાણકારોએ લગભગ રૂૂ. 165 લાખ કરોડનું રોકાણ કર્યું છે. તે ચીનના કોર્પોરેટ ડેટ માર્કેટમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે. જો આ કંપનીઓ પૈસા પરત કરવામાં વિલંબ કર્યો તો ચીનના 4953 લાખ કરોડ રૂૂપિયાના માર્કેટમાં અસ્થિરતા સર્જાશે. વિશ્ર્વ પર તેની અસર પડી શકે છે. બે વર્ષમાં ચીનનો વિકાસ દર તે દેવાની આ સમસ્યાને કેવી રીતે ઉકેલે છે તેના પર નિર્ભર રહેશે.