ચીને કહ્યું કે તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ નહિ લે
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ચીને ફરી એકવાર ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે. વાત જાણે એમ છે કે, ચીને કહ્યું કે, તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ભાગ લેશે નહીં. દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો વિરોધ કરી રહેલા અને તેના વલણથી પાકિસ્તાનની તરફેણ કરી રહેલા ચીને તો એ કહેવાની હિંમત કરી છે કે, તે ‘વિવાદિત’ વિસ્તારમાં આવી કોઈપણ બેઠક યોજવાનો ‘જોરદાર’ વિરોધ કરે છે.
- Advertisement -
ભારતની અધ્યક્ષતામાં ત્રીજી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની બેઠક 22 થી 24 મે દરમિયાન જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં યોજાવા જઈ રહી છે. નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનને પૂછવામાં આવ્યું કે, શું ચીન ભારતીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં આયોજિત G20 બેઠકોનો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. તેથી તેમણે કહ્યું કે ‘ચીન વિવાદિત પ્રદેશ પર કોઈપણ પ્રકારની G20 બેઠક યોજવાનો સખત વિરોધ કરે છે. અમે આવી બેઠકોમાં હાજરી આપીશું નહીં. યોગાનુયોગ ચીન પાકિસ્તાનનું નજીકનું સાથી છે. જ્યારે પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત અસહજ રહ્યા છે.
China firmly opposes holding any form of G20 meetings on disputed territory. We will not attend such meetings: Foreign Ministry Spokesperson Wang Wenbin on reports that China will boycott meetings and events for the G20 planned to be held in Indian-administered Kashmir
(File… pic.twitter.com/CSvyn5Qk07
- Advertisement -
— ANI (@ANI) May 19, 2023
નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસમાં પ્રવાસન ઉદ્યોગે મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે અસ્થિરતાએ પ્રવાસન ઉદ્યોગને અસર કરી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, G20ની બેઠક વિશ્વભરના રોકાણકારો અને પ્રવાસીઓને કાશ્મીર તરફ આકર્ષિત કરી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટ પરિવર્તનની લહેર શરૂ કરી શકે છે. આ રાજ્યને સ્થિરતા, આર્થિક વૃદ્ધિ અને સામાજિક વિકાસના નવા માર્ગ પર લઈ જઈ શકે છે.