ઊંચાઈએ આવેલી સરહદ પર ભારતીય સૈનિકો સામે બાથ ભીડવામાં ચીનના સૈનિકોને અનેક પડકારો ઝિલવા ભારે પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
લદાખમાં ચીન સાથેની એલએસી અને અરુણાચલ પ્રદેશની સરહદે ભારતીય સૈનિકોની સામે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (ઙકઅ) તરફથી હવે તિબેટિયન સૈનિકો ઊભેલા દેખાઈ રહ્યા છે. ઊંચાઈએ આવેલી સરહદ પર ભારતીય સૈનિકો સામે બાથ ભીડવામાં ચીનના સૈનિકોને અનેક પડકારો ઝિલવા પડી રહ્યા હતા.
- Advertisement -
2020માં ભારત સાથે થયેલા સંઘર્ષમાં તેણે ભારતીય સૈનિકોની આક્રમકતા અને પર્વતો પર લડવાની ક્ષમતા જોઈ હતી. આ જ કારણે ચીને તેના કબજાવાળા તિબેટના નાગરિકોને સેનામાં સામેલ કરવાનું શરૂૂ કર્યું હતું. પર્વતીય વિસ્તારોમાં લાંબા સમય માટે સૈનિકોને તહેનાત કરવા માટે ચીને તિબેટના દરેક પરિવારથી ઓછામાં ઓછી એક વ્યક્તિને સૈન્યમાં ભરતી કરવાની નીતિ બનાવી છે.