9 ડિસેમ્બરે ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના બાદ આજે એટલે કે મંગળવારે ચીન તરફથી પહેલું નિવેદન સામે આવ્યું
અરુણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના બાદ મંગળવારે (13 ડિસેમ્બર) ચીન તરફથી પહેલું નિવેદન સામે આવ્યું છે. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર ચીને કહ્યું કે, હિંસક ઘટનાના અહેવાલો બાદ ભારત સરહદ પર સ્થિતિ ‘સ્થિર’ છે.
- Advertisement -
China says situation 'stable' on India border after reports of clashes, reports AFP News Agency
— ANI (@ANI) December 13, 2022
- Advertisement -
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન ભારતીય સેનાનો કોઈ જવાન શહીદ નથી થયા કે કોઈ જવાન ઘાયલ નથી થયા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને અરુણાચલના તવાંગમાં બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. 9 ડિસેમ્બર 2022ના રોજ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. અમારી સેનાએ તેનો મજબૂતીથી સામનો કર્યો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા.