આવતા મહિને દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ પહેલા ચીને એક નવો નકશો જાહેર કર્યો છે, જેમાં તેણે ભારતના બે વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો છે.
ભારતમાં આવતા અઠવાડિયે G-20 સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં શી જિનપિંગ સહિત લગભગ 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થવાના છે. તેમ છતાં ડ્રેગન હજુ પણ સુધરવાનું નામ લઈ રહ્યું નથી. ચીને આ સમિટ પહેલા સોમવારે તેનો નવો નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરના ઘણા ટાપુઓને ચીનમાં દર્શાવવામાં આવ્યા છે. આ નકશાને લઈને ભારત તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી.
- Advertisement -
ચીને જાહેર કર્યો તેનો નવો નકશો
ચીનના સરકારી અખબારે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ નકશો (New Map of China) પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની સ્ટાન્ડર્ડ મેપ સેવાની વેબસાઇટ પર આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓની રેખાંકન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.’
The 2023 edition of China's standard map was officially released on Monday and launched on the website of the standard map service hosted by the Ministry of Natural Resources. This map is compiled based on the drawing method of national boundaries of China and various countries…… pic.twitter.com/QF0fh6MJPM
— Zhang Meifang (@CGMeifangZhang) August 28, 2023
- Advertisement -
પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે થઈ હતી મુલાકાત
ચીનની આ અવરચંડાઈ ત્યારે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવવા અને તણાવ ઘટાડવા માટે વિવિધ ઉપાયો અપનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ ચીન પોતાની વાત પર એક સપ્તાહ સુધી પણ ન ટકી શક્યું અને પોતાની અસલી ઓકાત પર ઉતરી આવ્યું.
હવે અરુણાચલ પ્રદેશ પર ચીનની નજર
તિબેટ પર કબજો જમાવી ચૂકેલા ચીનની નજર હવે અરુણાચલ પ્રદેશ પર છે, જેને તે દક્ષિણ તિબેટ કહે છે. આ સાથે તે લદ્દાખ પણ શિનજિયાંગ ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કરે છે. જોકે ભારતે દરેક વખતે તેના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ-લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.