ચીન વિશ્વનો સૌથી ઊંચો પુલ ખોલશે
આ પુલ લંડનના ગોલ્ડન ગેટ બ્રિજથી 9 ગણો અને પેરિસના એફિલ ટાવરથી બે ગણો ઉંચો
- Advertisement -
ચીને દુનિયાનો સૌથી ઉંચો પુલ તૈયાર કર્યો છે તેને જૂન મહિનામાં આમજન માટે ખોલી દેવામા આવશે. આથી અહીંના લોકો એક કલાકના અંતરને માત્ર એક મિનિટમાં પુરું કરી શકશે, સાથે સાથે તે વૈશ્વિક સ્તરે પર્યટનને પણ પ્રોત્સાહન આપશે.
બેઈપલ નદી પર બન્યો
હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યાન નામનો આ પુલ બેઈપલ નદી પર બન્યો છે. આ પુલ લંડનના ગોલ્ડન ગ્રેટ બ્રિજથી 9 ગણો અને પેરિસના એફિલ ટાવરથી બે ગણો ઉંચો છે. વાદળો તેની પાસે જોવા મળે છે.
ગામોને જોડશે
માત્ર ત્રણ વર્ષમાં બનીને તૈયાર થયેલા આ પુલ ચીનના ગ્રામીણ ક્ષેત્રોને જોડવાની સાથે સાથે પરિવહનને પણ સરળ કરશે. સાથે સાથે પર્યટકો માટે પણ આકર્ષણ બનશે. આ પુલની નદીથી ઉંચાઈ 2050 ફુટ છે. તેનું વજન 22 હજાર મેટ્રીક ટન છે અને તેના નિર્માણમાં 2200 કરોડનો ખર્ચ આવ્યો છે. 2.9 કિલોમીટર લાંબો હુઆજિયાંગ ગ્રાન્ડ કેન્યન પુલ જૂનમાં ખુલ્લો મુકાશે.