ભારત, અમેરિકા, સાઉથ ચાઈના સીમાં ચીન સાથે સીમા વિવાદનો સામનો કરી રહેલા દેશોનું ટેન્શન વધ્યુ
ખાસ-ખબર સંવાદદાતા
ચીન હવે દરિયાઈ મોરચે પણ લડવા માટે ડ્રોનની સેના તૈયાર કરી રહ્યુ છે. આ પ્રકારના ડ્રોન જહાજોને દુશ્ર્મન સામે લડવા માટે શાર્ક માછલીના ટોળાની જેમ ઉપયોગમાં લઈ શકાય છે. આ ડ્રોનનુ પરિક્ષણ ચીન ગત સપ્તાહે સાઉથ ચાઈના સીના એક ટાપુ નજીક કર્યુ હતુ. જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચીનની નૌસેનાના 56 ડ્રોન એક સાથે શાર્ક માછલીની જેમ વાંકા ચૂકા થઈને દરિયાના પાણીમાં તરી રહ્યા છે. આ તમામ ડ્રોન એક સાથે હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે દુશ્ર્મન દેશના જહાજ માટે પોતાનો બચાવ કરવાનુ મુશ્ર્કેલ છે. આ વિડિયો વાયરલ થયા બાદ ભારત, અમેરિકા તેમજ સાઉથ ચાઈના સીમાં ચીન સાથે સીમા વિવાદનો સામનો કરી રહેલા દેશોનુ ટેન્શન વધ્યુ છે.
- Advertisement -
ડ્રોનનુ નિર્માણ કરી રહેલી ચીનનની કંપનીનુ કહેવુ છે કે, આ ડ્રોનની એક સાથે મળીન કામ કરવાની ક્ષમતા નૌસેના માટેના યુધ્ધમાં કામ આવશે. યુધ્ધ દરમિયાન તે કઈ રીતે કામ કરી શકે છે તે દર્શાવવા માટે ડ્રોન જહાજોનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. કંપનીએ તેનો વિડિયો પણ રિલિઝ કર્યો છે. જેમાં તે એક સાથે ઝુંડમાં આગળ વધતા, એક સાથે દિશા બદલતા અને એક બીજા સાથે ટકરાતા બચતા પણ જોઈ શકાય છે.
કંપનીના કહેવા અનુસાર આ ડ્રોન જહાજોને યુધ્ધના સમયે દુશ્ર્મનો પર હાવી થવા માટે ડિજાઈન કરાયા છે. ચીનના સંરક્ષણ નિષ્ણાતના કહેવા અનુસાર માનવ રહિત ડ્રોન જહાજ એક સાથે મોટી સંખ્યામાં દુશ્ર્મન પર હુમલા કરી શકે છે. જેને મધર શિપ પરથી નિયંત્રીત કરી શકાય છે. અત્યાર સુધીમાં દરિયાઈ ડ્રોનની શક્તિનુ આ સૌથી મોટુ પ્રદર્શન છે.