એક બાજુ ચીન પાડોશી દેશો સાથે વાતચિત કરીને સંબંધો સુધારવાનો દાવો કરતું રહે છે બીજી બાજુ સરહદ પોતાની હરકતો છોડતું નથી. આવો અનુભવ પાડોશી દેશ ભૂટાનને થઇ રહયો છે. હોંગકોંગના ’સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટ’ માં પ્રકાશિત અહેવાલ મુજબ ચીને ભૂટાનની વિવાદિત સરહહે 3 ગામ વસાવ્યા છે. ભારત અને ભુટાન ઇન્ફ્રાસ્ટ્રચર વિકાસની યોજના બનાવી રહયા છે ત્યારે ચીનનું આ પગલું સાબીત કરે છે કે તે તણાવપૂર્ણ સંબંધો સુધારવા ઉત્સૂક નથી. 2017માં ચીને સિલિગુડી કોરિડોર પાસે ડોકલામમાં પણ રોડ બનાવવા પ્રયાસ કર્યો હતો. ભારતના પ્રચંડ દબાણના કારણે ચીને ડોકલામમાં ઝુકવું પડયું હતું. વધુમાં અહેવાલમાં જણાવાયું હતું કે 18 જેટલા ચીની નાગરિકોના પરિવાર વિવાદાસ્પદ વિસ્તારમાં બંધાયેલા ઘરોમાં પ્રવેશ માટે રાહ જોઇ રહયા છે. ચીને જયાં ઘરોનું નિર્માણ કર્યુ છે તે સ્થળ અંગે ભૂટાન સાથે વર્ષોથી વિવાદ ચાલે છે.અમેરિકાની મેકસાર ટેકનોલજીની સેટેલાઇટ તસ્વીરોમાં સરહદ પાસેની નવી વસાહતની પુષ્ટિ કરવામાં આવી છે. ડોકલામ કે નેપાળ સરહદ જ નહી સ્વાયત વિસ્તાર તિબેટના સરહદી વિસ્તારમાં વર્ષોથી નવી માનવ વસાહતો તૈયાર કરતું રહયું છે. ગત વર્ષ ડિસેમ્બર મહિના તિબેટના શઇગાત્સેથી 38 પરિવાર આવીને વસ્યા હતા.
ભૂટાનની વિવાદાસ્પદ સરહદે ચીને નવા 3 ગામ વસાવ્યા
You Might Also Like
Follow US
Find US on Social Medias