ખાસ-ખબર સંવાદદાતા
ચીન તાઈવાનને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ચીનની સેના તાઈવાનની નજીક ત્રણ દિવસ સુધી યુદ્ધભ્યાસ કરશે. તાઈવાનની આસપાસ 13 ચીની એરક્રાફ્ટ અને ત્રણ યુદ્ધ જહાજ મોકલ્યા છે. ચીની સેના ઙકઅના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે આ જાણકારી આપી હતી.
ચીનની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન હાલમાં જ અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા છે. તાઈવાનના રાષ્ટ્રપતિની આ મુલાકાતથી ચીન નારાજ થયુ છે અને ચીનના યુદ્ધઅભ્યાસને તેની નારાજગી સાથે જોડવામાં આવી રહી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે.
તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને બુધવારે કેલિફોર્નિયામાં ઞજ હાઉસ સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી. તાઈવાનના રાષ્ટ્રપતિ અમેરિકાની ધરતી પર ઞજ સ્પીકર સાથે પ્રથમ વખત મળ્યા હતા. આ બેઠક પર ચીને ધમકી આપી હતી કે જો રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન ઞજ સ્પીકર સાથે મુલાકાત કરશે તો યોગ્ય થશે નહીં. જો કે તાઈવાનના રાષ્ટ્રપતિએ ચીનની આ ધમકીને ગણકાર્યા વગર જ ઞજ સ્પીકર સાથે મુલાકાત કરી હતી.
ગત વર્ષે ઓગસ્ટમાં ઞજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીએ પણ તાઈવાનની મુલાકાત લીધી હતી. તે વખતે પણ ચીને આ બાબતનો સખત વિરોધ કર્યો હતો અને તાઈવાનને ધમકી આપી હતી. જોકે તાઈવાન ચીનની ધમકી સામે ઝૂક્યું ન હતું. આ પછી ચીને તાઈવાનના પ્રાદેશિક જળસીમાની આસપાસ યુદ્ધઅભ્યાસ શરૂ કરી દીધા હતા. આ રીતે ચીને તાઈવાનને ચારે બાજુથી ઘેરી લીધું હતું.