દુનિયાભરમાં અત્યાર સુધી આવું હાયપરસોનિક એન્જિન બન્યુ નથી. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એન્જિન કેરોસીન આધારિત ડેટોનેશન એન્જિન છે. 6 મિનટમાં દિલ્હીથી મુંબઇ પહોંચાડે તેટલી સ્પીડ રહેલી છે.
ચીન છેલ્લાં થોડાં સમયથી હાયપરસોનિક એન્જિનનાં ડેવેલેપમેન્ટ પર કામ કરી રહી છે. હવે તેણે એક એવા એન્જિનની ટેસ્ટિંગ કરી છે જેની સ્પીડ 11,113 કિલોમીટર પ્રતિકલાક છે. આ સ્પીડ એટલી તેજ છે કે તમે માત્ર 6 મિનીટની અંદર દિલ્હીથી મુંબઇ પહોંચી શકો અને એક કલાકમાં દિલ્હીથી મુંબઇનાં 5 ચક્કર મારી શકો છો. ચીન દ્વારા ટેસ્ટ કરવામાં આવેલા હાઇપરસોનિક એન્જિનની ખાસિયત એ છે કે તે સૌથી ઓછો અવાજ કરે છે. ચીનનો આ એન્જિન હાયડ્રોજન ફ્યૂલ પર નહીં પરંતુ કેરોસીન પર ચાલે છે અને આ જ કારણ છે કે તેનો અવાજ ઘણો ઓછો હોય છે અને તેની ગતિ વધારવામાં મદદ મળે છે.
- Advertisement -
China claims ‘world’s first’ kerosene-powered engine could propel jets nine times the speed of sound https://t.co/TeW9LKDKcd #tech #engineering #hypersonic #flight pic.twitter.com/NSPlL4TL4H
— Jeremy Harpham (@JeremyHarpham) November 27, 2022
- Advertisement -
દુનિયાનું પહેલું હાઇપરસોનિક એન્જિન
વિશ્વભરમાં અત્યાર સુધી આવું હાયપરસોનિક એન્જિન બન્યું નહોતું. ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એન્જિનનું નામ કેરોસિન આધારિત ડેટોનેશન એન્જિન છે. આ સિવાય વર્તમાનની ટેકનોલોજીની મદદથી જો કોઇ પણ ફાયટર જેટ આ સ્પીડથી ઊડત તો તે બ્લાસ્ટ થઇ શકતું હતું.
વિમાનને પણ આપે ટક્કર
એક પ્રશ્ન તો થાય કે આ એન્જિન કઇ રીતે આટલી તેજ ઝડપ પ્રાપ્ત કરી શકે છે, તો તેનો જવાબ છે કે આ વિમાનને બળપૂર્વક ધક્કો આપવા માટે શોકવેવ્સની શ્રૃંખલા તૈયાર કરે છે. ફ્યૂલનાં ઝડપથી વહેવાને લીધે આ સીરીઝ તૈયાર થાય છે અને એક-એક કરી વિમાનને આગળની બાજુ ધક્કો આપે છે. આ પ્રક્રિયા ઝડપથી થતી રહે છે અને સ્પીડ વધતી રહે છે.
અમેરિકાને પણ મૂક્યું પાછળ
ચીનનાં આ હાયપરસોનિક એન્જિનને અમેરિકી સ્ક્રેમજેટ એન્જિનનો પણ ગુરૂ માનવામાં આવી રહ્યો છે. જો કે અમેરિકા આ સમયે સ્ક્રેમજેટ એન્જિનની તૈયારીમાં લાગેલ છે જેની સ્પીડ પણ ઘણી વધારે હોઇ શતે છે પરંતુ છતાં પણ તે ચીનનાં આ હાયપરસોનિકની સ્પીડથી ઓછું જ હશે.
Chinese researchers claim to have successfully tested a hypersonic detonation engine that can push aircraft up to Mach 9, a blistering nine times the speed of sound. What’s more, the engine uses aviation kerosene as fuel.https://t.co/eR46rxK8Cp
— Mats Nilsson (@mazzenilsson) November 26, 2022
તેનો ઉપયોગ ચીન યુદ્ધમાં નહીં કરે
અત્યાર સુધી એ નિશ્ચિત નથી કે ચીન આ એન્જિનનો ઉપયોગ ક્યાં કરશે. જો કે એવિએશન કેરોસિન પર ચાલતાં આ એન્જિનને ફાઇટર જેટમાં લગાવવું યોગ્ય નથી કારણકે તે ક્યારેક પણ બ્લાસ્ટ કરી શકે છે. હવે ચીનને એ નક્કી કરવાનું છે કે તે તેનો ઉપયોગ રોકટ માટે કરશે કે મિસાઇલ સિસ્ટમ માટે કરશે કે પછી કોઇ અન્ય પ્રોજેક્ટ માટે કરશે.
આ એન્જિનની સ્પીડ
ચીને દુનિયાની સૌથી મોટી શોક ટનલમાં પોતાના આ હાયપરસોનિક એન્જિનની ટેસ્ટિંગ કરી છે. આ ટેસ્ટિંગ દરમિયાન એન્જિનની વધુમાં વધુ સ્પીડ 11,113 કિલોમીટર પ્રતિકલાક નોંધાયેલ છે.