ટ્રમ્પ સાચા પડયા : ભલભલા દેશો હવે અમેરિકા પાસે ઝુકવા લાગ્યા
ચીન સૌથી વધુ 104% ટેરિફનો સામનો કરી રહ્યું છે
- Advertisement -
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફના અમલ શરૂ થતા જ સૌથી ઉંચા 104% ટેરીફનો સામનો કરી રહેલા ચીને હવે ટેરીફ મુદે અમેરિકા સાથે વાટાઘાટની ઓફર મુકી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજું હમણા જ જાહેર કર્યુ હતું કે, વિશ્વના અનેક દેશો ટેરીફ મુદે મારી પાસે વાટાઘાટ માટે તૈયાર છે તે સમયે આકરો મિજાજ દર્શાવીને અમો ટેરીફ યુદ્ધ ખેલવા તૈયાર છીએ તેવી ચીને જાહેરાત કરી હતી પણ ચીનની સતાવાર સમાચાર એજન્સી શિન્હુયા એ એક વ્હાઈટ પેપર બહાર પાડીને અમેરિકા સાથેના ટેરીફ તનાવની ચર્ચા કરી હતી.
જણાવ્યું હતું કે, અમારે દેશના હિતોને જાળવવા સખ્ત વલણ લેવા અમોને ફરજ પાડવામાં આવી છે પણ અમેરિકા સાથે ટેરીફ વિવાદ ઉકેલવા વાટાઘાટો માટે તૈયાર છીએ. ચીનની એજન્સીએ જણાવ્યું કે. બન્ને દેશો વચ્ચે ‘તટસ્થ’ સંબંધ બની રહે તે જરૂરી છે. જો અમેરિકા ખરેખર વાટાઘાટથી સમસ્યા ઉકેલવા તૈયાર હોય તો મને સમાનતાના સિદ્ધાંત પર આગળ વધવા માગતુ હોય તો અમો બન્ને દેશો વચ્ચે પર પરસ્પરના સન્માનને જાળવી રાખવાના વલણ સાથે વાટાઘાટ માટે તૈયાર છીએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લીન જીયાંગે પણ આ સંકેત આપ્યો હતો. ચીનના વલણમાં થયેલો આ ફેરફાર સૂચક છે. ચીનની અમેરિકામાં 546 બિલિયન ડોલરની નિકાસને મોટો ફટકો પડી શકે છે તે નિશ્ચિત છે.