હવે નહિ ચાલે સોશિયલ મીડિયા પર જે-તે ઈન્ફ્લુએન્સર્સની મનમાની
ચીનમાં સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર જ્ઞાન પીરસતાં ઈન્ફ્લુએન્સર્સ પર લગામ કસવામાં આવી છે. ચીનની કોમ્યુનિસ્ટ સરકારે 25 ઓક્ટોબર, 2025ના રોજ અસરકારક નિયમો હેઠળ સોશિયલ મીડિયા પર ડોક્ટર, વકીલ, મેડિસિન, ફાઈનાન્સિયલ એડવાઈઝર અને શિક્ષક બની સલાહ આપતાં ઈન્ફ્લુએન્સર્સને જે-તે ક્ષેત્રે પોતાની સત્તાવાર ડિગ્રી અને પ્રોફેશનલ લાયસન્સ રજૂ કરવુ ફરિજ્યાત છે. સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ વિવિધ વિષયો પર પોતાને નિષ્ણાત ગણાવી સલાહ આપી રહ્યું હોવાથી ચીનની સરકારે આ પગલું લીધુ છે.
- Advertisement -
ઓનલાઈન કન્ટેન્ટ પર લગામ
નિષ્ણાતોના મતે સરકારનું આ પગલું ચીનમાં ઓનલાઈન કન્ટેન્ટની પારદર્શિતામાં વધારો કરશે. આડેધડ બનતાં ઓનલાઈન કન્ટેન્ટ પર પણ લગામ લાગશે. ચીનમાં WeChat સૌથી લોકપ્રિય સોશિયલ મેસેજિંગ સાઈટ છે. જેના માસિક 1.3 અબજ યુઝર્સ છે. આ એપમાં મેસેજિંગ, પેમેન્ટ, મિની એપ્સ, સોશિયલ નેટવર્કિંગ થઈ શકે છે. તદુપરાંત ચીનમાં ટિકટોકનું ચાઈનીઝ વર્ઝન Douyin પણ લોકપ્રિય છે. આ શોર્ટ વીડિયો એપના 70 કરોડ યુઝર્સ છે. આ સિવાય ચીનમાં માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પણ છે. જેના 60 કરોડથી વધુ યુઝર્સ છે. સોશિયલ મીડિયા એપ Little Red Book પર 30 કરોડથી વધુ યુઝર્સ છે. આ તમામ એપ્સ પર હવે ખોટી અને ભ્રામક સલાહો આપતાં ઈન્ફ્લુએન્સર્સ પર લગામ મુકાશે.
ચાઈનીઝ એપ્સે કરવી પડશે ખાતરી
- Advertisement -
ચાઈનીઝ એપ્સની જવાબદારી રહેશે કે, તે ક્રિએટર્સની શાખની ખાતરી કરે તેમજ સુનિશ્ચિત કરે કે, તેમની પોસ્ટમાં યોગ્ય અને સાચી માહિતી આપવામાં આવે. સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓફ ચાઈના એ ચીનની પ્રમુખ સરકારી એજન્સી છે. તે ચીનની નેશનલ ઈન્ટરનેટ રેગ્યુલેટર અને સેન્સર ગણાય છે. જે ઈન્ટરનેટ ગતિવિધિઓ પર અંકુશ રાખે છે. CACનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા, સામાજિક સ્થિરતા અને સીસીપી પોલિસીને ઈન્ટરનેટ પર લાગુ કરવાનો છે. તે આ મામલે લેવામાં આવેલા નિર્ણયનું અનુપાલન કરાવશે.
ક્રિએટર્સે રજૂ કરવા પડશે પુરાવા
ક્રિએટર્સે હવે નવા નિયમ મુજબ સ્પષ્ટપણે પોતાના દ્વારા આપવામાં આવતી માહિતી-રિસર્ચના પુરાવા રજૂ કરવા પડશે. વધુમાં વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલા એઆઈ-જનરેટેડ કન્ટેન્ટની માહિતી પણ આપવી પડશે. સીએસીએ એજ્યુકેશનલ કન્ટેટના નામ પર બનાવવામાં આવતાં મેડિકલ પ્રોડક્ટ્સ, ફૂડ સપ્લિમેન્ટ, હેલ્ધી ફૂડ્સની જાહેરાતો પર પણ પ્રતિબંધ લાદ્યો છે.




 
                                 
                              
        

 
         
         
        