બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ સ્થિતિમાં છે, તે પરિસ્થિતિમાં આ બંને દેશોના નેતાઓની બેઠક થઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે એવો કર્યો હતો કે, ચીને યુદ્ધ માટે ભડકાવ્યા નથી તથા એક ઇંચ પણ વિદેશી જમીન પર કબજો કર્યો નથી.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકાના પ્રવાસે છે. શી જિનપિંગે બુધવારે (15 નવેમ્બર) યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ સ્થિતિમાં છે, તે પરિસ્થિતિમાં આ બંને દેશોના નેતાઓની બેઠક થઈ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે એવો કર્યો હતો કે, ચીને યુદ્ધ માટે ભડકાવ્યા નથી તથા એક ઇંચ પણ વિદેશી જમીન પર કબજો કર્યો નથી.
- Advertisement -
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે ચર્ચા કર્યા પછી એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ દરમિયાન ડીનર વિદેશી જમીન બાબતે નિવેદન આપ્યું હતું. આ દરમિયાન, બંને નેતાઓએ એક વર્ષમાં પહેલી મુલાકાત કરી હતી અને તણાવ ઓછો કરવા બાબતે નિવેદન આપ્યું હતું.
શી જિનપિંગનો દાવો
શી જિનપિંગે દાવો કર્યો હતો કે, પીપલ્સ રિપબ્લિકની સ્થાપના પછીના 70 વર્ષ કે તેથી વધુ વર્ષોમાં ચીને યુદ્ધ માટે ઉશ્કેર્યું નથી અને વિદેશી જમીન પર કબજો કર્યો નથી. જો કે, બેઠક દરમિયાન, બાઈડેને શિનજિયાંગ, તિબેટ અને હોંગકોંગ સહિત ચીનના માનવ અધિકાર ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી હતી. વ્હાઇટ હાઉસના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ બાઈડેને માનવ અધિકારની સાર્વત્રિકતા અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવાની તમામ દેશોની જવાબદારી પર વધુ ભાર મૂક્યો હતો.
China has "not occupied" a single inch of foreign land, claims Xi Jinping
- Advertisement -
Read @ANI Story | https://t.co/Li9rlO0obX#China #XiJinping #APEC pic.twitter.com/VV8FpwjkIi
— ANI Digital (@ani_digital) November 16, 2023
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એશિયા-પેસિફિક ઈકોનોમિક કોઓપરેશન (APEC) જૂથની બેઠક ચાલી રહી છે. આ બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આ બેઠક દરમિયાન ચીનની વેપાર દેખરેખ અને દ્વિપક્ષીય તણાવ અંગેની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
US-China બિઝનેસ કાઉન્સિલ અને US-China સંબંધો પર રાષ્ટ્રીય સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શી જિનપિંગના નિવેદન પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ખાસ મુદ્દો બની ગયો છે, તે સમયે શી જિનપિંગનું નિવેદન સામે આવ્યું છે. વર્ષ 2020માં ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. મે 2020માં, ચીની સૈનિકોએ પૂર્વી લદ્દાખમાં LAC પર કબ્જો જમાવવાની કોશિશ કરી હતી.