અલ્ટ્રા-હાઈ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજીના વૈશ્વિક ટોચના સ્તરમાં ચીનને આગળ ધપાવવા અને હાઇપરલૂપ પરિવહન માટે નવી શક્યતાઓને અનલૉક કરવાની સિદ્ધિ
ચીન દ્વારા મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેક્નોલોજીમાં વિશ્વનો સૌથી ઝડપી સિસ્ટમનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ ચીન દ્વારા નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેક્નોલોજીમાં આવેલા મેગ્લેવ ટીમના 400 મીટરની ટેસ્ટ લાઇન પર મેળવવામાં આવી હતી. આ સિદ્ધિ દ્વારા એ દુનિયાની સૌથી ઝડપી સુપરકન્ડક્ટિવ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ બની ગઈ છે. આ સિસ્ટમનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે તો તેના દ્વારા એક ગજબનું પરિવર્તન આવી જશે. આ સિસ્ટમને કારણે ખૂબ જ ઝડપથી ટ્રાવેલ કરી શકાશે અને એ પણ ઓછા સમયમાં.
- Advertisement -
ટેક્નિકલ અવરોધને દૂર કર્યો
મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી. તેમને ઘણાં ટેક્નિકલ અવરોધ આવી રહ્યાં હતાં જેને તેમણે હવે દૂર કર્યાં છે. આ અવરોધમાં અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્શન, ઇલેક્ટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્સિયન્ટ હાઇ-પાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ટર્સ અને હાઇ-ફિલ્ડ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ અવરોધને દૂર કરી ચીન દ્વારા એડ્વાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેકોર્ડ બ્રેકિંગ સ્પીડ મેળવવાની સાથે ચીન દુનિયામાં સૌથી ઝડપી અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટેક્નોલોજી ધરાવતો દેશ બની ગયો છે.
ટ્રાન્સપોર્ટેશન માટેના નવા વિકલ્પો
- Advertisement -
ચીન દ્વારા આ ટેક્નોલોજી મેળવવામાં આવી છે એનો ઉપયોગ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન માટે કરી શકાય છે. ચીનમાં વેક્યુમ ટ્યુબ મેગ્લેવ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે એનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ દ્વારા એરોસ્પેસ બૂસ્ટ લોન્ચિંગ અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ માટે પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નોલોજીની મદદથી રેલ ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ જ વિકાસ થશે. લોકો હવે એક હજાર કિલોમીટરનું ટ્રાવેલ પણ થોડી મિનિટોમાં કરી શકશે.




