– ભારે સુરક્ષા વચ્ચે તાઈવાન છોડતા નેન્સી પેલોસી
અમેરિકી સંસદીય ગૃહ સેનેટના અધ્યક્ષ નેન્સી પોલેસીની તાઈવાન યાત્રાથી ઉશ્કેરાયેલા ચીને હવે તાઈવાનના એરસ્પેસ બ્લોક કરવાની જાહેરાત કરી છે અને તમામ એરલાઈનને તેમની વિમાની સેવાઓ ખુદના જોખમે ઉડાડવા ચેતવણી આપી છે. આજે ચીનના એવીએશન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે
- Advertisement -
કે તાઈવાન રૂટ બ્લોક કરી દેવામાં આવ્યો છે અને પુર્વ મંજુરી વગર કોઈપણ એરલાઈન્સ આ રૂટનો ઉપયોગ કરી શકશે નહી. જેના કારણે હવે તાઈવાન જતી તમામ એરલાઈન માટે નવો લાંબો રૂટ નિશ્ચીત કરવો પડશે. ખાસ કરીને જાપાન અને ફીલીપીન્સના હવાઈ માર્ગે થઈને વિદેશી એરલાઈન્સ તાઈવાન પહોંચે તેવી શકયતા છે અને બીજી તરફ નેન્સી પેલોસી પણ હવે ગમે તે ઘડીએ તાઈવાનથી રવાના થશે
અને તેઓ માટે પણ વૈકલ્પીક રૂટ નિશ્ચીત કરાઈ છે કે કેમ તેના પર સૌની નજર છે. નેન્સીની ફલાઈટને સુરક્ષા આપવા માટે પણ ફરી એક વખત તાઈવાનની એરફોર્સના વિમાનો એરબોર્ન થયા હતા અને બાદમાં તેઓએ નેન્સી પેલોસીના કાફલાને સલામત રીતે આંતરરાષ્ટ્રીય હવાઈ સીમા સુધી પહોંચાડયું હતું જયાંથી અમેરિકી હવાઈદળના લડાયક વિમાનોએ સેનેટના અધ્યક્ષની સુરક્ષાનો હવાલો સંભાળી લીધો હતો.