અમેરિકાએ કહ્યું, અમે અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલીને પ્રદેશના દાવાને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરીએ છીએ
ભારતના અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલ્યા છે. આ અંગે અમેરિકાએ આકરી પ્રતિક્રિયા નોંધાવી છે. યુએસએ મંગળવારે કહ્યું કે, યુએસ અરુણાચલ પ્રદેશના ભારતીય ક્ષેત્ર પર દાવો કરવાના ચીનના પ્રયાસોનો વિરોધ કરે છે. ચીન માટે ભારતીય ક્ષેત્ર પર પોતાનો દાવો રજૂ કરવાનો આ એક માર્ગ છે.
- Advertisement -
શું કહ્યું વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી?
અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે કહ્યું કે, આ એવી કેટલીક બાબતો છે જેના પર અમેરિકા હંમેશા ઊભું રહ્યું છે. અમે અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલીને પ્રદેશના દાવાને આગળ વધારવાના કોઈપણ એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરીએ છીએ.
#WATCH | The United States has recognised that territory for a long time and we strongly oppose any unilateral attempt to advance territory claims by renaming localities: WH Press Secy Karine Jean Pierre on China renaming 11 places in Arunachal Pradesh
(Source: The White House) pic.twitter.com/iscAPRpXzC
- Advertisement -
— ANI (@ANI) April 4, 2023
શું શે સમગ્ર મામલો ?
અમેરિકાનું આ નિવેદન ચીનના નાગરિક બાબતોના મંત્રાલય દ્વારા અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલવામાં આવ્યા બાદ આવ્યું છે. તેઓએ આ સ્થાનોના નામ ચીની અક્ષરો, તિબેટીયન પિનયિન ભાષાઓમાં બદલ્યા છે. ચીનના મંત્રાલયે 2 એપ્રિલના રોજ 11 સ્થળોના નામની જાહેરાત કરી હતી. બે રહેણાંક વિસ્તારો, પાંચ પર્વત શિખરો, બે નદીઓ અને અન્ય બે વિસ્તારો સહિત ચોક્કસ ગૌણ પણ આપવામાં આવ્યા છે.
ભારતે પણ નોંધાવ્યો વિરોધ
ભારતે પણ ચીનના આ કૃત્ય સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો, ભારતના વિદેશ મંત્રાલયે પણ અરુણાચલ પ્રદેશમાં સ્થાનોના નામ બદલવાના ચીનના પ્રયાસ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલવા અંગેના મીડિયાના પ્રશ્નોના જવાબમાં અરિંદમ બાગચીએ એક નિવેદનમાં કહ્યું કે, અમે આવા અહેવાલો જોયા છે.
શું કહ્યું ભારતે ?
ભારતે કહ્યું કે અમે તેને સ્પષ્ટપણે નકારીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને હંમેશા રહેશે. બદલાયેલા નામો આપવાનો પ્રયાસ કરવાથી આ વાસ્તવિકતા બદલાશે નહીં. જોકે આ પહેલીવાર નથી જ્યારે ચીને આવો પ્રયાસ કર્યો હોય. ચીને અગાઉ પણ અરુણાચલ પ્રદેશના વિસ્તારોના નામ બદલ્યા છે.